Ahmedabadના જુહાપુરા-ફતેવાડીમાં જાહેર રોડ પર દાદાગીરી, ગાડીના બોનેટ પર કેક કાપી, ફટાકડા ફોડી ઉજવ્યો જન્મદિવસ!

📅 Published: October 3, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરમાં જાહેર રોડ પર પોલીસના જાહેરનામાનો ભંગ કરીને જન્મદિવસની ઉજવણી કરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના જુહાપુરા-ફતેવાડી વિસ્તારનો હોવાનું માનવામાં આવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક યુવકો જાહેર રસ્તા પર દાદાગીરી અને રોફ જમાવવા માટે વાહનવ્યવહાર અટકાવીને હંગામો કરતા નજરે પડી રહ્યા છે.

ગાડીના બોનેટ પર કેક કાપી ફટાકડા ફોડી મચાવ્યો ધમાલ

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવકોએ જાહેર રોડ પર જ પોતાની ગાડીઓ ઉભી રાખી દીધી હતી. ત્યારબાદ ગાડીના બોનેટ પર કેક મુકીને ધામધૂમથી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આટલું જ નહીં, વિસ્તારમાં પોતાનો વટ અને રોફ જમાવવા માટે જાહેર રસ્તા પર જ જોરદાર ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા, જેના કારણે ત્યાંથી પસાર થતા અન્ય રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

વાયરલ વીડિયોના આધારે પોલીસ કાર્યવાહીની માગ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેરમાં આ પ્રકારે જન્મદિવસની ઉજવણી કરવા અને ફટાકડા ફોડીને ભયનો કે અરાજકતાનો માહોલ ઉભો કરવા પર કડક પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં કાયદાનો કોઈ ખોફ ન હોય તેમ આ યુવકોએ કાયદાના ધજાગરા ઉડાવ્યા હતા. હાલ આ વાયરલ વીડિયો સ્થાનિક વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને સ્થાનિક લોકો દ્વારા વીડિયોના આધારે આવા અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Surat News : કુલી મનીષભાઈની ઈમાનદારીને સલામ, લાખોની રોકડ અને પાસપોર્ટ ભરેલી બેગ મૂળ માલિકને પરત કરી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *