Ahmedabadના નારોલ-પીરાણા રોડ પર ગટરમાં ખાબકેલી બાળકી 9 દિવસથી લાપતા, તંત્રની નિષ્ફળતા સામે ઉઠ્યા સવાલો

📅 Published: October 19, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરના નારોલ-પીરાણા રોડ પર 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી મનીષા સલાટ ખુલ્લી ડ્રેનેજ લાઈનમાં ખાબકી હોવાની અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બનાવને 9 દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા બાળકીનો કોઈ પત્તો મેળવી શકાયો નથી. દિવસો વિતવા છતાં બાળકીની કોઈ ભાળ ન મળતાં પીડિત પરિવારમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. તંત્રની ધીમી અને બેદરકાર શોધખોળ કામગીરીને પગલે મનપાના ડ્રેનેજ વિભાગ અને સ્થાનિક તંત્રની નિષ્ફળતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

ઘટનાસ્થળની ગટર પૂરી દેવાતાં અનેક શંકા-કુશંકાઓ

બાળકી હજુ સુધી મળી નથી ત્યાં જ ઘટનાસ્થળ પર આવેલી ખુલ્લી અને ઊંડી ગટરને તંત્ર દ્વારા માટી પૂરીને બંધ કરી દેવામાં આવતાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. બાળકીની શોધખોળ હજુ ચાલુ છે કે પછી તંત્રએ શોધખોળ બંધ કરીને હાથ ઊંચા કરી લીધા છે, તે અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગટર પૂરવાનો નિર્ણય કોણે અને કયા આધારે લીધો તે અંગે પણ અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે, જેનાથી તંત્રની દાનત અને ભૂમિકા સામે આંગળીઓ ચિંધાઈ રહી છે.

Gross negligence of the administration in Ahmedabad

જવાબદાર અધિકારીઓ સામે આકરાં પગલાં ક્યારે?

નારોલ-પીરાણા રોડ જેવા વ્યસ્ત વિસ્તારમાં ખુલ્લી ડ્રેનેજ લાઈન રાખવા બદલ અને આવી જીવલેણ બેદરકારી દાખવવા બદલ જવાબદાર અધિકારીઓ સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે મોટો પ્રશ્ન બની ગયો છે. 9 દિવસ વીતી જવા છતાં બાળકીનો પત્તો ન મળવા પાછળ તંત્રની ઘોર બેદરકારી છે કે પછી વહીવટી તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા, તેની જવાબદારી સ્વીકારવા કોઈ તૈયાર નથી. સ્થાનિક રહીશો અને પીડિત પરિવારે જવાબદાર અધિકારીઓ સામે સખત કાર્યવાહી કરવાની અને બાળકીની શોધખોળ ઝડપી બનાવવાની આકરી માગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *