Ahmedabadમાં 'ખાડા રાજ'થી પ્રજા ત્રાહિમામ, રોડ રિ-સરફેસિંગના કરોડો રૂપિયા પાણીમાં ગયા!

📅 Published: September 23, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિસ્તારોમાં ‘ખાડા રાજ’ વ્યાપેલું જોવા મળી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રોડ રિ-સરફેસિંગ અને પ્રી-મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, છતાં પરિણામ શૂન્ય સાબિત થઈ રહ્યું છે. શહેરના મુખ્ય માર્ગોથી લઈને અંતરિયાળ રસ્તાઓ પર પડેલા કમરતોડ ખાડાઓના કારણે વાહનચાલકો ત્રાહિમામ પુકારી ઊઠ્યા છે. તંત્ર દ્વારા મારેલા થીંગડાં થોડા જ દિવસોમાં ઉખડી જતાં રોડ રિ-સરફેસિંગની કામગીરી જ ખાડામાં ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

વર્ષે રૂ.15 થી 20 કરોડ પેચવર્કમાં હોમાયા, રસ્તા પર કપચી બહાર આવી

મનપા દ્વારા પ્રતિવર્ષ રોડ પેચવર્ક અને સમારકામ માટે ₹15 થી 20 કરોડનો જંગી ખર્ચ કરવામાં આવે છે. છતાં પણ રોડ પર કરેલા પૂરણમાંથી કપચીઓ બહાર આવી ગઈ છે, જેના કારણે દ્વિચક્રી વાહનચાલકો સ્લિપ થવાનો અને અકસ્માતનો મોટો ભય સેવાઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટરો કે એજન્સીઓ મહિના કે બે મહિને એકવાર આવીને નામમાત્ર ખાડા પૂરીને જતા રહે છે અને થોડા દિવસોમાં જ પરિસ્થિતિ પુનઃ હતી તેવી ને તેવી થઈ જાય છે. તંત્રનો કોઈ અધિકારી કે જવાબદાર વ્યક્તિ આ પરિસ્થિતિ જોવા કે પૂછવા પણ આવતો નથી.

‘મનપા ટેક્સ ઉઘરાવે છે તો પૈસા જાય છે ક્યાં?’: નાગરિકોનો આક્રોશ

વિવિધ સરકારી એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા રસ્તાઓ ખોદી નાખ્યા બાદ મહિનાઓ સુધી તેને સમારકામ વગર જ રઝળતા મૂકી દેવામાં આવે છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. કમરતોડ ખાડાઓથી વાહનચાલકોને શારીરિક તકલીફો અને વાહનોમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. શહેરીજનો આક્રોશ સાથે સવાલ ઉઠાવી રહ્યા છે કે જો મનપા નિયમિતપણે નાગરિકો પાસેથી ટેક્સ ઉઘરાવતી હોય, તો આ ટેક્સના પૈસા જાય છે ક્યાં અને પ્રાથમિક સુવિધાઓ કેમ મળતી નથી?

આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો, શાહીબાગ સરકારી પરિસરના રી-ડેવલપમેન્ટને મળી લીલીઝંડી!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *