Ahmedabadમાં સાયબર ઠગોનો નવો કીમિયો, લગ્નની પત્રિકાના નામે APK ફાઈલ મોકલી રૂ.15.45 લાખ તારવી લીધા

📅 Published: September 17, 2026 | 📂 Category: Crime

અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઈમની એક અત્યંત ચોંકાવનારી અને નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. સાયબર ઠગોએ એક નાગરિકને લગ્નનું આમંત્રણ આપવાના બહાને મોબાઈલ પર એક એપીકે (APK) ફાઈલ મોકલી હતી. ફરિયાદીએ આ ફાઈલને લગ્નની ડિજિટલ કંકુતરી સમજીને પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી લીધી હતી, જેના પરિણામે તેઓ સાયબર ફ્રોડનો ભોગ બન્યા હતા.

બેંક એકાઉન્ટમાંથી રૂ.15.45 લાખ ગાયબ, મોબાઈલ થયો હેક

જેવી જ ફરિયાદીએ પોતાના ફોનમાં એપીકે ફાઈલ ઈન્સ્ટોલ કરી કે તુરંત જ સાયબર ઠગોએ તેમના મોબાઈલનો તમામ એક્સેસ મેળવી લીધો હતો. ત્યારબાદ ફરિયાદી કઈ સમજે તે પહેલા જ તેમના બેંક એકાઉન્ટમાંથી તબક્કાવાર રીતે કુલ રૂ. 15 લાખ 45 હજારની રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી. બેંકમાંથી નાણાં ઉપડી ગયાના મેસેજ આવતાં જ ફરિયાદીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

સાયબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ હાથ ધરી, સાવચેત રહેવા અપીલ

આ સમગ્ર મામલે ભોગ બનનાર નાગરિકે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિધિવત રીતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને જે બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર થયા છે તેને બ્લોક કરવાની તજવીજ સાથે આ ટેકનિકલ ફ્રોડ કરનાર ગેંગને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે. આ સાથે જ સાયબર પોલીસે નાગરિકોને અજાણ્યા નંબર પરથી આવતી કોઈ પણ APK ફાઈલ ડાઉનલોડ ન કરવા કડક ચેતવણી આપી છે.

આ પણ વાંચો : Ahmedabad News : પાલડી ઉપાશ્રયના નામે ખોટી ઓળખ આપી વેપારી સાથે 21.79 લાખની ઠગાઈ, તેજસ શાહ સામે ફરિયાદ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *