અમદાવાદની સિવિલ હોસ્પિટલની આસપાસ ચાલી રહેલા વિવિધ બિલ્ડિંગોના બાંધકામને કારણે મોટા પાયે ધૂળ ઉડી રહી છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી ગંભીર બાબત એ છે કે હોસ્પિટલ વિસ્તાર હોવા છતાં અહીં આવતા દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને આ ધૂળના કારણે સૌથી વધુ તકલીફ્ વેઠવી પડી રહી છે. સિવિલ કેમ્પસ અને તેની આસપાસ ધૂળની ડમરીઓ ઉડવાના કારણે હવાની ગુણવત્તા જોખમાઈ છે, જેના પરિણામે લોકોમાં શ્વાસની સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે. અસ્થમા, શરદી-ઉધરસ અને એલર્જીથી પીડાતા દર્દીઓ માટે આ પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે. સ્થાનિકો અને દર્દીઓનાસ્વજનો દ્વારા આ મામલે મ્યુનિસિપલ તંત્ર અને સબંધિત વિભાગો દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે, જેથી બાંધકામની જગ્યાએ નિયમો મુજબ ગ્રીન નેટ લગાવવામાં આવે અને પાણીનો છંટકાવ કરવામાં આવે જેથી ઉડતી ધૂળ પર કાબૂ મેળવી શકાય.
Ahmedabad: અસારવા સિવિલ કેમ્પસ નજીક બાંધકામની ધૂળનો અસહ્ય ત્રાસ
📅 Published: October 25, 2026 |
📂 Category: Ahmedabad
