ભારતના પ્રથમ યુનિસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના ભવ્ય ઐતિહાસિક વારસા, સ્થાપત્ય અને લોકસંસ્કૃતિને જીવંત રાખવા માટે તા. 19થી 25 નવેમ્બર દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીક-2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ સાંસ્કૃતિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ સપ્તાહમાં શહેરના ઐતિહાસિક સ્મારકો કલા, સંગીત અને રોશનીના સંગમથી ઝળહળી ઉઠશે. ખાસ કરીને યુવા પેઢીને શહેરની વિરાસત સાથે જોડવા માટે આ વર્ષે ત્રણ મુખ્ય મેગા ઇવેન્ટ્સનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે ઐતિહાસિક ઇમારતો પર અદ્યતન પ્રોજેક્શન મેપિંગ અને ખાસ રોશની, માતાની પછેડીની કલાત્મક રજૂઆત, ગુજરાતી વાર્તાકથન, પરંપરાગત નાટયસંગીત, ભવાઈ અને સીદી ધમાલ જેવા લોકનૃત્યો શહેરીજનોને મંત્રમુગ્ધ કરશે. તેમજ કોટ વિસ્તારના કવિ દલપતરામ ચોક ખાતે ધ દુરબીન દ્વારા મારી પોળ, મારું અમદાવાદ, મારી વિરાસત થીમ પર ત્રણ દિવસીય અમદાવાદ હેરિટેજ ઉત્સવ 2026નું આયોજન કરાયું છે. તેમજ યુવાનો અને બાળકોને ધ્યાનમાં રાખીને હેરિટેજ વોક, કવિ સંમેલન, ભજન જામિંગ કોન્સર્ટ, લાઈવ પેઈન્ટિંગ વર્કશોપ, બાળકો માટે લુપ્ત થતી પરંપરાગત રમતો તેમજ હેરિટેજ થીમ પર રીલ અને ફોટોગ્રાફી સ્પર્ધા યોજાશે.
Ahmedabad: આજથી વર્લ્ડ હેરિટેજ વીકનો પ્રારંભ 12 વર્ષ બાદ ભદ્ર ફેસ્ટિવલની વાપસી
📅 Published: November 18, 2026 |
📂 Category: Ahmedabad
