અનંત નેશનલ યુનિવર્સિટી દ્વારા જાણીતા આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર, ડિઝાઇન એજ્યુકેટર અને સંસ્થાકીય નેતા જબીન ઝાકરિયાની પ્રોફેસર ઓફ્ પ્રેક્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ચાર દાયકા કરતા વધુના વ્યાવસાયિક અનુભવ સાથે, ઝાકરિયા અનંત યુનિવર્સિટીમાં ડિઝાઇન પ્રેક્ટિસ, શિક્ષણ, પ્રચાર અને સંસ્થાકીય નેતૃત્વનો અભ્દુત સમન્વય લઈને આવ્યા છે. અનંત યુનિવર્સિટીમાં, ઝાકરિયા તેમના વ્યાપક વ્યાવસાયિક અનુભવ અને ઉદ્યોગના દ્રષ્ટિકોણને શૈક્ષણિક વાતાવરણમાં જોડશે, જેનાથી ડિઝાઇન શિક્ષણ અને વ્યાવસાયિક પ્રેક્ટિસ વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનશે. તેમનું માર્ગદર્શન અનુભવાત્મક અને આંતરશાખાકીય શિક્ષણ (experiential and interdisciplinary learning), ડિઝાઇન એજ્યુકેશન, મેન્ટરશિપ અને પ્રોફેશનલ નેટવર્ક્સ સુધી વિસ્તરેલું રહેશે. આનાથી વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયાની પ્રેક્ટિસમાંથી શીખવાની અને ડિઝાઇનના વ્યાપક સામાજિક, સાંસ્કૃતિક તથા પર્યાવરણીય સંદર્ભો સાથે જોડાવાની તકો મળશે.
Ahmedabad: આર્કિટેક્ટ અને ડિઝાઇન એજ્યુકેટર જબીન ઝાકરિયા અનંત નેશનલ યુનિવર્સિટીમાં જોડાયા
📅 Published: September 25, 2026 |
📂 Category: gujarati-news
