Ahmedabad: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સાક્ષીઓ ફરી ગયા; કોર્ટમાં કહ્યું કે અકસ્માત સમયે કારની સ્પીડ કેટલી હતી તેની ખબર નથી

📅 Published: November 17, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં કોર્ટ કાર્યવાહી દરમિયાન એક અત્યંત મોટો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ ગમખ્વાર અકસ્માત સમયે મુખ્ય આરોપી તથ્ય પટેલની સાથે કારમાં સવાર રહેલા પાંચ મહત્વના સાક્ષીઓ કોર્ટમાં હોસ્ટાઈલ (ફરી ગયા) જાહેર થયા છે. કારની અતિશય ઝડપ મુદ્દે આ સાક્ષીઓએ પોતાની અગાઉની જુબાનીમાં પલટો મારતા સમગ્ર કેસમાં નવો વળાંક ઊભો થયો છે.

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ

ઉલ્લેખનીય છે કે, અકસ્માત સર્જાયો ત્યારે કારમાં તથ્ય પટેલ સહિત કુલ 6 લોકો સવાર હતા. અકસ્માતની ઘટના બાદ તપાસ દરમિયાન તથ્ય પટેલ સાથે કારમાં બેઠેલા આ પાંચેય સાક્ષીઓએ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાના નિવેદનો નોંધાવ્યા હતા. જોકે, હવે કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન આ પાંચેય સાક્ષીઓએ કારની ઝડપ મુદ્દે પોતાની જુબાની બદલી નાખી છે. સાક્ષીઓએ કોર્ટ સમક્ષ ફેરવી તોળતા જણાવ્યું હતું કે, “કારની સ્પીડ અંગે અમને કોઈ જાણ કે ખબર નથી.”

સાક્ષીઓના બદલાયેલા નિવેદનોથી કેસમાં નવો વળાંક

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સૌથી મહત્વના ગણાતા અને ઘટના સમયે ખુદ કારમાં હાજર રહેલા પાંચેય સાક્ષીઓ કોર્ટમાં હોસ્ટાઈલ થતાં કાયદાકીય વર્તુળો અને સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જાગી છે. મેજિસ્ટ્રેટ સમક્ષ અપાયેલા નિવેદનો અને કોર્ટમાં બદલાયેલી જુબાનીને પગલે હવે આગામી સુનાવણીમાં કેસની કાર્યવાહી કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર ટકેલી છે.

આ પણ વાંચો: Gandhinagar: અંગુથલા ગામે નવજાત બાળકીની હત્યાનો ખુલાસો, સમાજમાં બદનામીના ડરથી જનેતા અને પ્રેમીએ જ ગળું દબાવી ફેંકી દીધી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *