Ahmedabad: ઉદયપુરથી રાજ્યમાં 20 કરોડનો ગાંજો સપ્લાય થાય તે પહેલાં ncbએ દરોડો પાડી નાશ કર્યો

📅 Published: October 7, 2026 | 📂 Category: Ahmedabad

રાજસ્થાનના ઉદયપુર નજીક નવાવાસ ગામમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ના જોઈન્ટ ઓપરેશન દરમિયાન ગાંજાની ખેતી થતી હોવાનું પકડી પાડીને ગાંજાના 20 કરોડના છોડનો નાશ કરવામાં આવ્યો હતો. ગાંજાના છોડનો તૈયાર થઇ ગયેલો માલ ગુજરાતમાં સપ્લાય કરવાનો પ્લાન હતો. જોધપુર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઝોનલ ઓફ્સિ દ્વારા ‘ઓપરેશન શંકર’ હેઠળ આ કાર્યવાહી કરાઇ હતી. ગુજરાત-રાજસ્થાન બોર્ડરની વચ્ચે આવેલા ઉદયપુરના કોટડા જિલ્લાના નવાવાસ ગામમાં ગાંજાની ખેતી થઈ રહી હોવાની માહિતી મળતાની સાથે દરોડાની કામગીરી કરવામાં આવી હતી. અંદાજે 9.4 વિઘા જમીનમાં ખેતીની સાથે સાથે 7,577 ગાંજાના છોડની વાવણી કરવામાં આવી હતી. ગાંજાના આ છોડમાંથી અંદાજે 2,273 કિલોગ્રામ ગાંજો તૈયાર કરવાનો હતો તેવું જોધપુર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડાયરેક્ટર ઘનશ્યામ સોનીએ જણાવ્યું હતું. તેઓના મતે આ ગાંજાનો પાક તૈયાર થઈ જાય પછી મોટાભાગનો સપ્લાય ગુજરાતમાં જ કરવાનો હતો. કારણકે, ગુજરાત રાજસ્થાનની બોર્ડર વચ્ચે આ ગાંજાની ખેતી કરવામાં આવતી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે, આબુરોડ તેમજ ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ ગાંજા અને અફ્ીણની ગેરકાયદે રીતે ખેતી થતી હોવાની માહિતી મળી છે અને નજીકના દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે . દરોડા દરમિયાન 7,577 ગાંજાના છોડનો નાશ કરાયો હતો. જેની માર્કેટ વેલ્યુ અંદાજે 20 કરોડ માનવામાં આવે છે. ગુજરાત સહિત બીજા રાજ્યોમાં ગાંજો સપ્લાય કરવાનો પ્લાન કરવામાં આવ્યો હતો. જોકે, જે જમીન ઉપર ગાંજાની ખેતી કરવામાં આવતી હતી તે જમીન માલિકો અને ગાંજાની ખેતી કરનાર લોકો ભાગી ગયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *