Ahmedabad એરપોર્ટ પર દુબઈથી પેન્ટના ખિસ્સામાં સોનાની લગડીઓ છુપાવી લાવનાર મુસાફરની અટકાયત!

📅 Published: October 9, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ્સ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) એ સોનાની દાણચોરીનો એક મોટો પ્રયાશ નિષ્ફળ બનાવ્યો છે. દુબઈથી ફ્લાય દુબઈ (Flydubai) ની ફ્લાઈટ નંબર FZ-437 મારફતે અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા એક શંકાસ્પદ મુસાફરને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. કસ્ટમ્સ ટીમે સઘન ચેકિંગ હાથ ધરતા મુસાફર પાસેથી ગેરકાયદેસર રીતે લવાતું સોનું જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પેન્ટના ખિસ્સામાંથી 5 સોનાની લગડીઓ મળી

કસ્ટમ્સ અધિકારીઓની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મુસાફરે કસ્ટમ ડ્યુટી ચોરી કરવાના હેતુથી સોનાની લગડીઓ પોતાના પેન્ટના ખિસ્સામાં છુપાવી રાખી હતી. કસ્ટમ્સ AIU ની ટીમે મુસાફર પાસેથી 24 કેરેટ (999 શુદ્ધતા) ધરાવતી સોનાની કુલ 5 લગડીઓ શોધી કાઢી હતી, જેનું કુલ વજન 582.700 ગ્રામ થાય છે. જપ્ત કરાયેલા આ સોનાની વર્તમાન બજાર કિંમત આશરે રૂ.88.97 લાખ આંકવામાં આવી છે.

કસ્ટમ્સ એક્ટ હેઠળ સોનું કબ્જે કરી મુસાફરની ધરપકડ

કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરીના આ ગંભીર મામલે કસ્ટમ્સ એક્ટ (Customs Act) ની કડક જોગવાઈઓ હેઠળ તમામ 582.700 ગ્રામ સોનું જપ્ત કરી લીધું છે અને દાણચોરી આચરનાર મુસાફરની ધરપકડ કરી લીધી છે. આ સોનાની સિન્ડિકેટ પાછળ અન્ય કયા આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક સ્મગલરો સંકળાયેલા છે તે દિશામાં કસ્ટમ્સ વિભાગ દ્વારા કડક પૂછપરછ અને આગળની સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *