એફસીએનઆર અંતર્ગત મુકવામાં આવેલી ડિપોઝીટ સહિત તમામ ડિપોઝીટ સામે લોન લઇને ટ્રેડિંગ કરવાનું ચલણ વધી રહ્યું છે તેના કારણે ડિપોઝીટ સામે લેવામાં આવતી લોનનું કદ છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ ઝડપે વૃદ્ધિ પામ્યું છે. ઓગસ્ટ મહિનામાં આવી લોનનું કદ પાછલા વર્ષના ઓગસ્ટની તુલનાએ 43.2 ટકા વધીને રૂ. 2.04 લાખ કરોડ થયું છે. આ માહિતી આરબીઆઇએ જારી કરેલા આંકડા પરથી મળે છે. અગાઉ જુન, 2023માં આવી લોનના કદનો વૃદ્ધિદર આનાથી વધારે એટલે કે 47 ટકા નોંધાયો હતો. માસિક ધોરણે પણ આવી લોનના કદમાં નોંધપાત્ર વધારો થયો છે. જુલાઇ, 2026ના અંતે આવી લોનના કદનો આંકડો રૂ. 1.62 લાખ કરોડ હતો, જેમાં ઓગસ્ટના અંતે રૂ. 42,750 કરોડનો વધારો નોંધાયો છે. જો ઓગસ્ટ, 2025ના રૂ. 1.43 લાખ કરોડના આંકડા સાથે તુલના કરવામાં આવે તો આ આંકડો રૂ. 61,500 કરોડ જેટલો વધારે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલમાં ડિપોઝીટ સામે લોન લઇને શેરબજારમાં ટ્રેડિંગ કરવાનું ચલણ વધતું જાય છે તેના કારણે આવી ડિપોઝીટ ગિરવે મુકીને લોન લેવાનો ટ્રેન્ડ વધતો જાય છે. વધુમાં એફસીએનઆર અંતર્ગત એનઆરઆઇએ પણ જંગી પ્રમાણમાં ડિપોઝીટ મુકી છે અને હવે આવી ડિપોઝીટ સામે પણ લોન લઇને ટ્રેડિંગ કરવામાં આવી રહ્યું હોય એ શક્ય છે. ઉલ્લેખનીય છે કે બેંકો એસીએનઆરબી અંતર્ગત મુકવામાં આવેલી ડિપોઝીટ નવ ગણું લિવરેજ લેવાની છુટ આપે છે. નિષ્ણાતો એવું માની રહ્યા છે કે ડિપોઝીટ સામે લોન લેવાનો ટ્રેન્ડ આગામી સમયગાળામાં વધે એવી શક્યતા છે.
Ahmedabad : ઓગસ્ટમાં FD સામે લોનના કદમાં 43 ટકાના ત્રણ વર્ષના સૌથી ઝડપી દરે વધારો
📅 Published: October 15, 2026 |
📂 Category: Ahmedabad
