શહેરના ઓઢવમાં 30 સપ્ટેમ્બરે બાઈકચાલકે મોપેડને ટક્કર મારતાં આધેડનું મોત નીપજ્યું હતું. આઈ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે તપાસ કરતાં 17 વર્ષ 10 માસનો સગીર ડ્રાઈવિંગ લાઈસન્સ વિના બાઈક ચલાવતો હોવાનું સામે આવ્યું. પોલીસે સગીર સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી. સગીરને બુલેટ આપનાર નિકોલના અમન ચૌહાણ સામે મોટર વ્હીકલ એક્ટની કલમ મુજબ ગુનો નોંધાયો છે. ઓઢવ નેશનલ હેન્ડલૂમ ચાર રસ્તા પાસે ગત 30મી સપ્ટેમ્બરે પૂરઝડપે આવેલા બાઈકચાલકે મોપેડને ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલા આધેડ બાબુલાલ ભાદાણીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે આઈ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે તપાસ હાથ ધરતાં અકસ્માત સર્જનાર ચાલક 17 વર્ષ 10 માસનો સગીર હોવાનું અને તેની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ ન હોવાનું સામે આવ્યું હતું. જેથી ટ્રાફ્કિ પોલીસે સગીર સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. જ્યારે સગીર પાસે લાઈસન્સ ન હોવાની જાણ હોવા છતાં તેને પોતાનું બુલેટ ચલાવવા આપનાર નિકોલના અમન ચૌહાણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે પોલીસે અકસ્માત સર્જનાર બાઈકના નંબરના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં બાઈક મૂળ માલિક જયેશ ચૌહાણે પોતાના કૌટુંબિક ભાઈ અમન ચૌહાણને વાપરવા આપ્યું હોવાનું ખૂલ્યું હતું. અમન ચૌહાણે આ બાઈક તેના 17 વર્ષીય સગીર મિત્રને ચલાવવા આપ્યું હતું. સગીર પાસે લાઈસન્સ ન હોવા છતાં અમન ચૌહાણે બાઈક આપતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
Ahmedabad: ઓઢવમાં સગીર બાઈકચાલકની ટક્કરથી ઈજાગ્રસ્ત પ્રૌઢનું સારવાર દરમિયાન મોત
📅 Published: October 25, 2026 |
📂 Category: Ahmedabad
