Ahmedabad : કઠવાડા જીઆઈડીસીમાં હાઇટેન્શન વીજ લાઇન નીચે ઉદ્યોગકારોનું ગેરકાયદે દબાણ : મોટી હોનારતની ભીતિ

📅 Published: November 16, 2026 | 📂 Category: Ahmedabad

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી કઠવાડા GIDC માં નિયમોના લીરેલીરા ઉડાડીને કેટલાક ઉદ્યોગકારો દ્વારા હાઇટેન્શન વીજ લાઇનની બરાબર નીચે અને માર્જિનની ખુલ્લી જગ્યામાં ગેરકાયદે દબાણ કરી દેવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જીવંત વીજ તારોની નીચે કરવામાં આવેલા આ જોખમી બાંધકામોને કારણે ભવિષ્યમાં કોઈ મોટી હોનારત કે આગની દુર્ઘટના સર્જાવાની પૂરી શક્યતા સેવાઈ રહી છે. મહત્વનું છે કે ઇલેક્ટ્રિસિટી એક્ટ અને GIDC ના નિયમો અનુસાર હાઇટેન્શન લાઇનની નીચે તથા આસપાસ ચોક્કસ અંતર સુધી માર્જિનની જગ્યા ખુલ્લી રાખવી ફરજિયાત છે, જેથી કોઈ અકસ્માત ન સર્જાય અને સમારકામ માટે વીજ કંપનીના વાહનો સરળતાથી પહોંચી શકે. પરંતુ કઠવાડા GIDC ના વિવિધ ફેઝમાં કેટલાકઉદ્યોગકારોએ આ નિયમોને નેવે મૂકીને વીજ લાઇનની નીચે જ પતરાના શેડ, ગોડાઉન અને સામાનનો ખડકલો કરી દીધો છે. આ ગેરકાયદે દબાણોને કારણે વીજ લાઇન અને બાંધકામ વચ્ચેનું સુરક્ષિત અંતર ઘટી ગયું છે. પવન ફૂંકાય ત્યારે વીજ તાર તૂટવાની કે શોર્ટ સર્કિટ થવાની ઘટના બને તો નીચે કામ કરતા શ્રમિકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. આ ઉપરાંત, જો કોઈ આગ લાગે તો ફાયર બ્રિગેડના વાહનોને અંદર પ્રવેશવામાં પણ ભારે મુશ્કેલી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ સમગ્ર મામલે GIDC ના સ્થાનિક અધિકારીઓ અને વીજ કંપનીના તંત્રની રહેમનજર હેઠળ આ દબાણો થયા હોવાના આક્ષેપો ઉઠયા છે. બોક્સ – 1: નિયમો નેવે મૂકી GIDCમાંકેટલીક કંપનીઓ દ્વારા ધમધમતો રિટેલ વેપાર કઠવાડા GIDCની સ્થાપના ઔદ્યોગિક ઉત્પાદન અને પ્રોસેસિંગ યુનિટોને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી છે. જોકે, હાલ અહીં GIDCના મૂળ હેતુ અનેનિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. ઔદ્યોગિક શેડ અને પ્લોટમાં ઉત્પાદન પ્રવૃત્તિ કરવાને બદલે કેટલીક કંપનીઓ અને વેપારીઓ દ્વારા ખુલ્લેઆમ રિટેલ વેપાર કરવામાં આવી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કોમર્શિયલ રિટેલ દુકાનો અને શો-રૂમ જેવી પ્રવૃત્તિઓ શરૂ થતા વિસ્તારમાં ટ્રાફ્કિની સમસ્યા વકરી છે અને નિયમિત રીતે નિયમોનું પાલન કરતા ઉદ્યોગકારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *