Ahmedabad : કીર્તિદાન ગઢવીના પરંપરા નગરી ગરબામાં રેમ્પ પર નીકળેલી ખીલીઓથી ખેલૈયાઓને જોખમ હોવાનો આક્ષેપ

📅 Published: October 17, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદમાં આયોજિત કીર્તિદાન ગઢવીના પરંપરા નગરી ગરબા મહોત્સવમાં ખેલૈયાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રાઉન્ડમાં તૈયાર કરાયેલા વિવિધ રેમ્પ પર ખીલીઓ બહાર નીકળેલી હોવાથી ગરબે ઘૂમતા એક ખેલૈયાના પગમાં વાગતા તે ઇજાગ્રસ્ત થયો હોવાનો દાવો સામાજિક કાર્યકર શુભમ ઠાકરે કર્યો છે. આ મામલે સ્થળ પર સુરક્ષાના અભાવનો આક્ષેપ કરાયો છે.

રેમ્પ પર ખીલીઓ બહાર નીકળેલી હોવાનો ગંભીર આક્ષેપ

ગરબા ગ્રાઉન્ડના અનેક પ્લોટમાં બનાવેલા રેમ્પ પર ખીલીઓ બહાર નીકળેલી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેલૈયાઓ જ્યારે ઉત્સાહપૂર્વક રાસ-ગરબા રમી રહ્યા હતા ત્યારે રેમ્પ પર રહેલી ખુલ્લી ખીલી વાગવાને કારણે એક ખેલૈયાને પગમાં ઈજા પહોંચી હતી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ખેલૈયાઓની સુરક્ષાને લઈને ભારે હોબાળો મચ્યો છે. 

Parampara Nagari Garba Safety Concerns in Ahmedabad

સંબંધિત ખામીઓ તાત્કાલિક ધોરણે દૂર કરવા અપીલ

સામાજિક કાર્યકર શુભમ ઠાકરે આયોજકોને તાકીદે તમામ રેમ્પની ઊંડાણપૂર્વક તપાસ કરવા અને સુરક્ષા સંબંધિત ખામીઓ તાત્કાલિક ધોરણે દૂર કરવા અપીલ કરી છે. હજારો લોકો જ્યાં એકઠા થતા હોય ત્યાં આવી બેદરકારી ખેલૈયાઓના જીવ સામે જોખમ ઊભું કરી શકે છે.

ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો

આ ઉપરાંત ગરબા મહોત્સવમાં ગોલ્ડ ઝોન પાસધારકો માટે રાખવામાં આવેલી ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અગાઉ ગરબાની તૈયારીઓ ચાલી રહી હતી તે દરમિયાન ડોમ ધરાશાયી થવાની ઘટના બની હતી તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 

કોર્પોરેશનમાં સત્તાવાર ફરિયાદ કરવામાં આવશે

શુભમ ઠાકરે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આયોજકો દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં તાત્કાલિક સુધારો કરવામાં નહીં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાવાર ફરિયાદ કરવામાં આવશે. ગરબા મહોત્સવમાં ખેલૈયાઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંબંધિત તંત્ર તાકીદે સ્થળ તપાસ હાથ ધરે તેવી માંગણી પણ તેમણે કરી છે. 

આ પણ વાંચો :    Vadodara : ગરબાના પાસની મોટી રામાયણ…સતત ફોનથી કંટાળ્યા નગરસેવકો…આખરે કહી દીધું પાસ માટે ફોન કે મેસેજ ના કરો..

                                


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *