અમદાવાદના કોચરબ આશ્રમ પાસે આવેલા એક સ્પામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સ્પામાં આગ લાગતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
4 લોકોનું ફાયર રેસ્ક્યૂ
આગની ઘટનામાં સ્પામાં ફસાયેલા કુલ 4 લોકોને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ કર્યા હતા. રેસ્ક્યૂ કરાયેલા લોકોમાં 3 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે.
ચારેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
ફાયર રેસ્ક્યૂ બાદ 3 મહિલા અને 1 પુરુષને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ આગ કયા કારણોસર લાગી અને ઘટનામાં અન્ય કોઈ નુકસાન થયું છે કે કેમ તે અંગેની વિગતો સામે આવવાની બાકી છે.
આ પણ વાંચો : Sandesh Indepth : શેષનના ‘બે ગધેડા’થી આજની અસંમતિ સુધી, ચૂંટણી પંચમાં વિવાદોની કહાની
