Ahmedabad: કોટ વિસ્તારના કાલુપુરમાં ટંકશાળ સ્થિત મકાન ધરાશાયીઃ મોટો અકસ્માત ટળ્યો

📅 Published: September 25, 2026 | 📂 Category: gujarati-news

કોટ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક અને જૂની પોળો પૈકીની એક કાલુપુર ટંકશાળ વિસ્તારની કાળુશાહની પોળમાં એક જૂનું મકાન અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મકાનનો આગળનો ભાગ અને ગર્ભસ્તંભ મોટો ભાગ કડડભૂસ થઈને પોળના રસ્તા પર ધસી પડતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. મકાન જમીનદોસ્ત થતાં જ તેનો કાટમાળ, ઇંટો અને લાકડાં પોળની સાંકડી ગલીમાં પથરાઈ ગયા હતા. ધડાકાભેર મકાન તૂટી પડતાં આસપાસના રહીશો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે ઘટના સમયે રસ્તા પરથી પસાર થતાં લોકો બચી જતાં મોટી જાનહાનિ ટળી હતી. મહત્વનું છે કે કોટ વિસ્તારમાં ચોમાસા દરમિયાન તથા જૂના લાકડા-માટીના બાંધકામને કારણે જર્જરિત મકાનો તૂટી પડવાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, તંત્ર દ્વારા જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવે છે, પરંતુ યોગ્ય સમારકામ કે યોગ્ય કાર્યવાહીના અભાવે આવી હોનારતો સર્જાય છે. ગલીમાં કાટમાળ ખડકાઈ જવાથી પોળનો રસ્તો બંધ થઈ ગયા હતો. અને સ્થાનિક રહીશો દ્વારા તંત્રને જાણ કરીને કાટમાળ હટાવવાની તેમજ આસપાસના ભયજનક મકાનોનું નિરીક્ષણ કરવાની માંગ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *