Ahmedabad ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો, રાજસ્થાનના 2002ના હત્યા કેસમાં 24 વર્ષથી ફરાર આરોપી દિનેશ દેસાઈ ઝડપાયો

📅 Published: September 20, 2026 | 📂 Category: Crime

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવતા રાજસ્થાનમાં વર્ષ 2002માં આચરવામાં આવેલા હત્યાના ગુનામાં છેલ્લા 24 વર્ષથી નાસતા-ફરતા આરોપી દિનેશ દેસાઈની ધરપકડ કરી છે. ગુનો આચર્યા બાદ આરોપી સતત પોતાની ઓળખ છુપાવીને પોલીસ પકડથી ભાગી રહ્યો હતો. જોકે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમી અને ટેકનિકલ એનાલિસિસના આધારે આખરે તેને દબોચી લીધો છે.

પારિવારિક તકરારમાં ગાડી વડે ટક્કર મારી કરી હતી હત્યા

આ કેસની પ્રાપ્ત વિગત અનુસાર, વર્ષ 2002માં રાજસ્થાન ખાતે પારિવારિક તકરાર અને અંગત અદાવતને કારણે એક વ્યક્તિની ગાડી વડે જોરદાર ટક્કર મારીને કરપીણ હત્યા નીપજાવવામાં આવી હતી. આ સનસનાટીભર્યા ઘટનાક્રમમાં અગાઉ બે મુખ્ય આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ આ હત્યાના ગુનામાં મદદગારી કરનાર આરોપી દિનેશ દેસાઈ ઘટના બન્યા બાદથી જ ફરાર થઈ ગયો હતો.

કાનૂની કાર્યવાહી અને રાજસ્થાન પોલીસને સોંપવાની તજવીજ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ જૂના અને ગંભીર કેસમાં આરોપીની અટકાયત કરી તેની સઘન પૂછપરછ હાથ ધરી છે. કાયદાની ચંગુલમાંથી 24 વર્ષ સુધી બચેલા આરોપી દિનેશ દેસાઈની ધરપકડ અંગે રાજસ્થાન પોલીસને પણ જાણ કરી દેવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીનો કબજો રાજસ્થાન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad News : ‘ગરબા પાર્ટનર જોઈતો હોય તો કરો પેમેન્ટ’, સોશિયલ મીડિયાના નવા ફ્રોડ અંગે સાયબર સેલનો પર્દાફાશ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *