Ahmedabad: ગુજરાતમાંથી 5 વર્ષમાં 45થી વધુ આતંકીઓ ઝબ્બે; મોટા હુમલા માટે ગુપ્તરાહે સ્લિપર સેલ ઊભું કરાયું

📅 Published: November 29, 2026 | 📂 Category: gujarati-news

ભારતનો નંબર-1 દુશ્મન મનાતું આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ હવે ગુજરાતને નિશાન બનાવી રહ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મોટા આતંકી હુમલા કરવા માટે ગુપ્તરાહે સ્લિપર સેલ ઊભું કરી દીધું છે, જેની સામે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS), નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને સ્થાનિક ક્રાઈમ બ્રાંચે લાલ આંખ કરી છે.

5 વર્ષમાં 45થી વધુ આતંકીઓ ઝબ્બે; સોશિયલ મીડિયા દ્વારા બ્રેઈનવોશ

વર્ષ 2021થી 2026 દરમિયાન સુરક્ષા એજન્સીઓએ રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાંથી 45થી વધુ આતંકીઓને ઝડપી પાડીને મોટા હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવ્યા છે.વડોદરાથી લઈને સિદ્ધપુર સુધી જૈશ-એ-મોહમ્મદ, ISIS અને અલ-કાયદાના મોડ્યુલનો પર્દાફાશ થયો છે.ડાર્ક વેબ, ટેલિગ્રામ અને પાકિસ્તાની હેન્ડલરોના જાળમાં રાજ્યના યુવાનો ફસાઈ રહ્યા છે.સોશિયલ મીડિયા પર ડમી પ્રોફાઈલ બનાવીને યુવાનો સાથે મિત્રતા કેળવી તેમનું બ્રેઈનવોશ કરવામાં આવે છે અને ‘દાવુલ ઈસ્લામ ગુજરાત જૈશ-એ-મોહમ્મદ’ જેવા ટેલિગ્રામ ગ્રુપ મારફતે ભરતી કરાય છે.

કઈ રીતે કામ કરે છે આતંકીઓની ‘ડેડ ડ્રોપ’ પદ્ધતિ?

તપાસ એજન્સીઓ મુજબ, આતંકીઓ પકડાઈ ન જાય તે માટે અત્યંત ગુપ્ત ‘ડેડ ડ્રોપ પદ્ધતિ’ અપનાવે છે.હેન્ડલર અને સ્થાનિક સભ્ય ક્યારેય સીધા સંપર્કમાં આવતા નથી.હેન્ડલર અગાઉથી નિર્ધારિત ગુમરામ સ્થળે (જેમ કે ઝાડ નીચે કે નિર્જન જગ્યાએ) હથિયાર, વિસ્ફોટક કે રોકડ મૂકી જાય છે અને તેનું લોકેશન મોકલે છે.ત્યારબાદ સ્થાનિક વ્યક્તિ ત્યાં જઈને સામાન ઉપાડી લે છે, જેથી કોઈ કડી હાથ ન લાગે.

ધાંગધ્રાથી સિદ્ધપુર સુધી આતંકના ચહેરા અને મોટી કાર્યવાહી

2022: ધંધુકા હત્યા કેસમાં UAPA હેઠળ તપાસ NIAને સોંપાઈ.2024: અમદાવાદ એરપોર્ટ પરથી 4 શંકાસ્પદ ISIS આતંકીઓ ઝડપાયા; સુરતમાંથી મૌલવીની ધરપકડ.2025: દહેગામના રસીદ અહેમદ મોહમ્મદ મુઈનની ધરપકડ; રાજકોટ અને અન્ય સ્થળોએ રેડ.2026: સિદ્ધપુર, બાવળા, ભરૂચ, વાપી અને વડોદરામાંથી જૈશ-એ-મોહમ્મદ અને AQIS સાથે જોડાયેલા આતંકીઓ ઝડપાયા.

ગાઝિયાબાદ કનેક્શનની તપાસ તેજ કરાઈ

હાલ આસામની કડીઓ, દાહોદની હિલચાલ અને વડોદરાના ટાર્ગેટ અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે, તેમજ વડોદરામાંથી ઝડપાયેલા આતંકી પાસેથી મસૂદ અઝહરનું પુસ્તક અને જિહાદી સાહિત્ય પણ મળી આવતા ગાઝિયાબાદ કનેક્શનની તપાસ તેજ કરાઈ છે.

આ પણ વાંચો: Dhanera: રિવોલ્વર છીનવવાનો પ્રયાસ ભારે પડ્યો; ધાનેરા PIએ આરોપીના પગમાં ગોળી મારી પાડી દીધો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *