Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં 5 મહિના લાંબી ચાલેલી એડમિશન પ્રક્રિયા આખરે પૂર્ણ! 76,190 વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રવેશ

📅 Published: October 13, 2026 | 📂 Category: Ahmedabad

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં સ્નાતક (UG) અને અનુસ્નાતક (PG) અભ્યાસક્રમો માટે છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલી સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા આખરે સત્તાવાર રીતે પૂર્ણ જાહેર કરવામાં આવી છે. વિવિધ ચાર રાઉન્ડના કાઉન્સેલિંગના અંતે યુનિવર્સિટીમાં કુલ ૭૬,૧૯૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. જોકે, આટલી લાંબી કવાયત અને વારંવાર તારીખો લંબાવ્યા છતાં પરંપરાગત આર્ટ્સ, કોમર્સ તેમજ પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં હજારો બેઠકો ખાલી રહી જતાં કોલેજ સંચાલકોમાં ગંભીર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

UG કોર્સમાં 57,075 અને PG માં 19 હજાર પ્રવેશ નોંધાયા

યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રવેશ પ્રક્રિયાના સત્તાવાર ડેટા અનુસાર સ્નાતક કક્ષાના વિવિધ ડિગ્રી અભ્યાસક્રમોમાં ચાર રાઉન્ડના અંતે કુલ 57,075 બેઠકો પર પ્રવેશ સંપન્ન થયા છે.અનુસ્નાતક કક્ષાના વિવિધ વિષયો જેવા કે M.A., MCA સહિતના પીજી કોર્સીસમાં ૧૯ હજાર જેટલી બેઠકો ભરાઈ છે.આમ, સ્નાતક અને અનુસ્નાતક બંને મળીને યુનિવર્સિટી અંતર્ગત કુલ 76,190 બેઠકો પર વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યા છે.

કોમર્સ અને આર્ટ્સમાં 65 હજારમાંથી 57 હજાર બેઠકો ભરાઈ

વિદ્યાર્થીઓ માટે મુખ્ય આકર્ષણ ગણાતા સામાન્ય પ્રવાહના કોલેજ શિક્ષણમાં આ વર્ષે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં કોમર્સ, આર્ટ્સ સહિતના મુખ્ય અભ્યાસક્રમોમાં કુલ ૬૫ હજારથી વધુ બેઠકો ઉપલબ્ધ હતી.જે પૈકી માત્ર 57 હજાર બેઠકો પર જ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે, જ્યારે 8 હજારથી વધુ બેઠકો પ્રવેશ પ્રક્રિયાના અંતે પણ ખાલી રહી ગઈ છે. ખાસ કરીને સેલ્ફ-ફાઇનાન્સ કોલેજો અને ગ્રામીણ/પેરી-અર્બન વિસ્તારોમાં આવેલી સંસ્થાઓમાં બેઠકો ખાલી રહેવાનું પ્રમાણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે.

આ પણ વાંચો: Chhota Udepur: ખડકવાડા ગામે ગમખ્વાર અકસ્માત; રેતીની ડમ્પર ટ્રકે બાઇકને કચડી, ધોરણ 12 ના વિદ્યાર્થીનું મોત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *