Ahmedabad: ઘોડાસર બ્રિજ પાસે કારનો અકસ્માત, BRTS કોરિડોરમાં બે ટુ-વ્હીલરને ટક્કર; 4 ઈજાગ્રસ્ત

📅 Published: November 19, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદના ઘોડાસર બ્રિજ પાસે બેફામ કારચાલકે અકસ્માત સર્જતાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કારચાલકે બીઆરટીએસ કોરિડોરમાં બે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. ટક્કર બાદ કાર સીધી કોરિડોરની રેલિંગમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ચારેય લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બે ટુ-વ્હીલરને મારી ટક્કર

ઘોડાસર બ્રિજ પાસે કારચાલકે બીઆરટીએસ કોરિડોરમાં બે ટુ-વ્હીલરને અડફેટે લીધાં હતાં. ટક્કર એટલી જોરદાર હતી કે કાર આગળ જતાં કોરિડોરની રેલિંગ સાથે અથડાઈ હતી. આ ઘટનાને પગલે સ્થળ પર લોકો એકત્ર થઈ ગયા હતા.

ટાયર ફાટતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો

અક અકસ્માત અંગેની પ્રાથમિક તપાસમાં કારનું ટાયર ફાટતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. ટ્રાફિક પોલીસની પ્રાથમિક તપાસમાં પણ ટાયર ફાટવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું તારણ સામે આવ્યું છે.

કારચાલક નશામાં હોવાની સ્થાનિકોની આશંકા

અક અકસ્માત બાદ સ્થાનિક લોકોએ કારચાલક નશાની હાલતમાં હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. 

ઈજાગ્રસ્તોને સારવાર બાદ રજા

અક અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ચારેય લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ અકસ્માત મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. 

આ પણ વાંચો :     Explainer : ‘મર્દ કો દર્દ નહીં હોતા’ની માન્યતા પાછળ પુરુષોની વેદના, બદનામીના ડરથી 78 ટકા પીડિત પતિઓ મૌન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *