Ahmedabad: ચાંગોદરમાં પરિચિતે જ સગીરાને બનાવી હવસનો શિકાર; ધાકધમકી આપી 4-5 મહિના સુધી આચર્યું દુષ્કર્મ

📅 Published: September 26, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાની સુરક્ષા અને શોષણનો એક શરમજનક બનાવ સામે આવ્યો છે. ચાંગોદર વિસ્તારમાં રહેતી એક અલ્પોવયી સગીરાને તેના જ પરિચિત શખ્સે બ્લેકમેઇલ કરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આરોપી સગીરાને સમાજમાં બદનામ કરી દેવાની સતત ધમકીઓ આપતો હતો અને તેના ઘર નજીક આવેલ ફોઈના મકાનમાં જ્યારે કોઈ હાજર ન હોય ત્યારે ત્યાં બોલાવીને છેલ્લા ચારથી પાંચ મહિનાથી અવારનવાર તેની સાથે કાળું કૃત્ય આચરતો હતો.

સગીરાને બદનામ કરવાની ધમકી આપી દુષ્કર્મ

સગીરા શરૂઆતમાં બદનામીના ડરથી આ શરમજનક ત્રાસ મૌન રહીને સહન કરી રહી હતી. જોકે, આરોપીની વિકૃત હરકતો અને ધમકીઓ વધતાં અંતે કંટાળેલી સગીરાએ હિંમત ભેગી કરીને પોતાની માતાને સમગ્ર બનાવની આપવીતી જણાવી હતી. આ અંગે પરિવારે તુરંત ચાંગોદર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ચાંગોદર પોલીસે ગુનાની ગંભીરતા સમજી ત્વરિત ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

પોલીસે મર્ડર કેસના જામીનમુક્ત આરોપીને પકડ્યો

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી નોનવેજની દુકાન ધરાવે છે. વધુમાં તેની ક્રિમિનલ હિસ્ટ્રી સામે આવી છે, જેમાં આરોપી અગાઉ વર્ષ ૨૦૨૫ માં ચાંગોદરમાં જ થયેલા એક ચર્ચિત હત્યા કેસમાં મદદગારી કરવાનો આરોપી રહ્યો છે. આ મર્ડર કેસમાં કેટલાક મહિનાઓ અગાઉ જ તેને અદાલતમાંથી જામીન મળ્યા હતા. જામીન પર છૂટ્યા બાદ તેણે સગીરા સાથે પરિચય કેળવી આ શોષણ શરૂ કર્યું હતું. હાલ ચાંગોદર પોલીસે આરોપી સામે પોક્સો (POCSO) અને દુષ્કર્મનો ગુનો દાખલ કરી આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.

આ પણ વાંચો: Rajkot News: બે કુખ્યાત કોલ સેન્ટર પકડાયા, ખેડૂતોની મજબૂરીનો લાભ લઈ કરોડોની જમીન પડાવાના કૌભાંડનો પર્દાફાશ!



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *