Ahmedabad : ચાંદી 10 મહિનાના , સોનું સવા બે માસના તળિયે પહોંચ્યુ

📅 Published: October 15, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ સોના-ચાંદી બજારમાં ગુરૂવારે ચાંદીમાં 8,000 રૂપિયા ભાવ ઘટયો હતો. આ સાથે પ્રતિ કિલો ચાંદીનો ભાવ ઘટીને 2,12,000 રૂપિયા થયો હતો. છેલ્લે ગત તા. 23-12-2025 માં ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 2,12,000 હતો. તે પછી આજે તે ત્યાં ફરી પાછો ગગળીને પહોંચી ગયો હતો. ચાંદીએ વર્ષ 2026માં તા. 29-1-2026ના રોજ ઓલટાઇમ હાઇ સપાટી પ્રતિ કિલોએ 3,80,000ની બનાવી હતી. ત્યારે વૈશ્વિક બજારમાં ચાંદીનો ભાવનો 117.70 ડોલર પ્રતિ ઔંસ હતો. આ પહેલા ચાંદીનો ભાવ ગત તા. 17-7-2026ના રોજ ગગળીને પ્રતિ કિલોએ 2,18,000 આવી ગયો હતો. તે પહેલા પણ તા. 23-3-2026ના રોજ ચાંદીનો ભાવ ગગળીને 2,15,000 રૂપિયા થઇ ગયો હતો. આજે ગુરૂવારે અમદાવાદમાં ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ 2,12,000 રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ચાંદીનો ભાવ 1.87 સેંન્ટ ઘટીને 56.71 ડોલર પ્રતિ ઔંસ થયો હતો.MCX ચાંદીમાં ડિસેમ્બર માસનો વાયદો 2,183 રૂપિયા વધીને 2,10,521 રૂપિયા થયો હતો. કોમેક્સ ચાંદીનો ભાવ 1.11 સેંન્ટ વધીને 56.99 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. મુંબઇમાં ચાંદીનો ભાવ 2,530 રૂપિયા વધીને 2.10,490 રૂપિયા થયો હતો. અમદાવાદમાં આજે ગુરૂવારે સોનાનો ભાવ 500 રૂપિયા ઘટયો હતો. 24 કેરેટમાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 1,50,500 રૂપિયા થયો હતો. અમદાવાદમાં છેલ્લે તા. 5-8-2026ના રોજ સોનાનો ભાવ 1,50,000 હતો તે પછી આજે ગુરૂવારે સોનું 71 દિવસના તળિયાના ભાવે આવી ગયું છે. વૈશ્વિક બજારમાં સોનું 10 ડોલર વધીને 4,154 ડોલર પ્રતિ ઔંસ થયું હતું.MCX સોનામાંડિસેમ્બર માસનો વાયદો 2,002 રૂપિયા વધીને 1,47,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. કોમેક્સ સોનું 72.10 ડોલર વધીને 4,180 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. મુંબઇમાં સોનું 1,930 રૂપિયા વધીને 1,47,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. સોના-ચાંદીમાં થયેલો ઘટાડો લાંબા ગાળાના રોકાણકારો માટે તક બની શકે છે, પરંતુ ભાવ વધુ ઘટશે કે ફરી વધશે તેની ખાતરી નથી. વૈશ્વિક બજાર, ડોલરની મજબૂતી, અમેરિકાના વ્યાજદર અંગેની અપેક્ષાઓ અને ઔદ્યોગિક માગ જેવા પરિબળો આગામી દિવસોમાં ભાવની દિશા નક્કી કરવામાં મહત્ત્વના રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *