Ahmedabad: તિજોરી ભરવા આંધળી લૂંટ? દાણીલીમડામાં ગરીબોના ઝૂંપડાને AMCએ કાગળ પર ‘રો-હાઉસ’ બનાવી બમણો ટેક્સ ફટકાર્યો!

📅 Published: October 3, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટેક્સ વિભાગની આંધળી અને અસંવેદનશીલ કામગીરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોતાની તિજોરી ભરવા અને ટાર્ગેટ પૂરા કરવા માટે તંત્રએ તમામ હદો વટાવી દીધી હોય તેમ દાણીલીમડા વિસ્તારમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના સામાન્ય કાચા-પાકા ઝૂંપડાઓને સરકારી ચોપડે આલીશાન ‘રો-હાઉસ’ દર્શાવીને બમણો પ્રોપર્ટી ટેક્સ ઝીંકી દેતાં સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો છે.

દાઉદભાઈ ગણેશભાઈની ચાલીમાં તંત્રનો અજીબોગરીબ ખેલ

મળતી માહિતી મુજબ, દાણીલીમડા વિસ્તારમાં આવેલી ‘દાઉદભાઈ ગણેશભાઈની ચાલી’માં વર્ષોથી શ્રમિક અને ગરીબ વર્ગના પરિવારો સામાન્ય ઝૂંપડા તેમજ નાના મકાનોમાં વસવાટ કરે છે. જોકે, તાજેતરમાં જ્યારે AMC દ્વારા પ્રોપર્ટી ટેક્સના બિલ ઇશ્યૂ કરવામાં આવ્યા ત્યારે સ્થાનિક રહીશોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગે કોઈ પણ પ્રકારની ગ્રાઉન્ડ ચકાસણી કે સ્થળ તપાસ કર્યા વગર એરકન્ડિશન્ડ ચેમ્બરમાં બેસીને આ તમામ સામાન્ય ઝૂંપડાઓને સીધા ‘રો-હાઉસ’ની કેટેગરીમાં મૂકી દીધા હતા અને તે મુજબ તોતિંગ બમણો ટેક્સ ફટકારી દીધો હતો.

ગરીબો પર ડબલ ટેક્સનો માર,સ્થાનિકોમાં ઉગ્ર રોષ

રહીશોનો સીધો આક્ષેપ છે કે સામાન્ય રહેણાંક મિલકત હોવા છતાં અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં તંત્રએ જાણીજોઈને લાલચમાં આવીને ટેક્સની રકમ બમણી કરી નાખી છે.ઝૂંપડા અને સાંકડી ઓરડીઓને લક્ઝુરિયસ રો-હાઉસ કેટેગરીમાં દર્શાવાઈ. રોજીરોટી માટે સંઘર્ષ કરતા પરિવારો પર અચાનક ડબલ ટેક્સ આવી પડતાં બજેટ ખોરવાયું.શું અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધા વગર જ માત્ર કાગળ પર અંદાજ લગાવીને આકારણી કરી દીધી?સ્થાનિક રહીશોએ આ અન્યાયી ટેક્સ વધારા સામે મોરચો માંડ્યો છે અને ચીમકી ઉચ્ચારી છે કે જો આ ભૂલ તાત્કાલિક સુધારીને સામાન્ય ઝૂંપડા મુજબનો વાજબી ટેક્સ નક્કી કરવામાં નહીં આવે, તો તેઓ દાણીલીમડા વોર્ડ ઓફિસ અને દાણાપીઠ સ્થિત AMC મુખ્યાલય ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે.

આ પણ વાંચો: Gandhinagar: બેસ્ટ આત્મા એવોર્ડ કાર્યક્રમમાં 100 પ્રાકૃતિક વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ; રાજ્યપાલએ સ્મિત મચ્છરના સંસ્કારોને બિરદાવ્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *