Ahmedabad: દશામા વ્રતના અંતિમ દિવસે AMC દ્વારા 7 કૃત્રિમ કુંડ તૈયાર કરાયા, નદી-તળાવોમાં પ્રદૂષણ અટકાવવા આયોજન

📅 Published: August 21, 2026 | 📂 Category: Ahmedabad

શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાતા દશામાના વ્રતનો આજે અંતિમ દિવસ છે. દશ દિવસ સુધી મા દશામાની પૂજા-અર્ચના કર્યા બાદ શ્રદ્ધાળુઓ આજે માતાજીની મુર્તિઓનું ભાવભીનું વિસર્જન કરશે. વિસર્જન દરમિયાન સાબરમતી નદી તથા શહેરના અન્ય તળાવોમાં પ્રદૂષણ ન ફેલાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા પર્યાવરણલક્ષી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

દશામા વ્રતના અંતિમ દિવસે AMC ની વ્યવસ્થા

એએમસી દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં કુલ સાત કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા જાળવીને સરળતાથી વિસર્જન કરી શકે તે માટે રિવરફ્રન્ટના બંને કિનારે અને શહેરના જાણીતા બ્રિજોની નીચે કુંડ તૈયાર કરી ત્યાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ભાગોમાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે ઝોન વાઈઝ કૃત્રિમ કુંડનું વિભાજન કરવામાં આવ્યું છે.

ઝોન અનુસાર વિસર્જન કુંડની વિગત

1. મધ્ય ઝોન: 2 કૃત્રિમ કુંડ,2. પૂર્વ ઝોન: 2 કૃત્રિમ કુંડ,3. પશ્ચિમ ઝોન: 2 કૃત્રિમ કુંડ 4. ઉત્તર ઝોન: 1 કૃત્રિમ કુંડ તંત્ર દ્વારા તમામ નાગરિકો અને ભક્તોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કુદરતી જળસ્ત્રોતોમાં પ્રતિમાઓનું વિસર્જન કરવાને બદલે પાલિકા દ્વારા તૈયાર કરાયેલા કૃત્રિમ કુંડનો જ ઉપયોગ કરે જેથી નદીની સ્વચ્છતા જળવાઈ રહે.

આ પણ વાંચો: Vadodara: અકોટા ટાઉનશીપમાંથી 10 લાખની 402 પ્રતિબંધિત ઈ-સિગરેટ સાથે એક સગીર ઝબ્બે; 2 વોન્ટેડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *