અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશનની ટીમે ગેરકાયદેસર માંસના વેપાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાતમીના આધારે નવાબની ચાલી વિસ્તારમાં આવેલી ‘શાહેઆલમ ચિકન સેન્ટર’ નામની દુકાનમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો આશરે 250 કિલો ગૌમાંસ અને ભેંસના માંસનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પશુ કતલ કરવા માટે વપરાતા સાધનો મળ્યા
દરોડા દરમિયાન પોલીસે માંસના જથ્થા ઉપરાંત પશુ કતલ કરવા માટે વપરાતા સાધનો જેવા કે લોખંડના બે છરા, હાથાવાળી છરી, ઇલેક્ટ્રિક ત્રાજવું અને એક કિલોના બાટ સહિતનો તમામ સામાન કબજે કર્યો છે. પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા આ તમામ મુદ્દામાલની કુલ કિંમત આશરે રુપિયા 50,000 હોવાનું સામે આવ્યું છે.
ફઝલ કુરેશી નામના આરોપી સામે ગુનો
આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ પોલીસે અફઝલ કુરેશી નામના આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આરોપી અફઝલ કુરેશી હાલ પોલીસ પકડથી દૂર છે. દાણીલીમડા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS), ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Surat : રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ 4 વર્ષની બાળકીનું મોત, તપાસનો રિપોર્ટ આવતા કેસમાં આવ્યો ચોંકાવનારો વળાંક
