Ahmedabad : દારૂની રેડ પછી ‘તોડ’નો કથિત વીડિયો વાયરલ, નરોડા પોલીસમાં લાખોના સેટલમેન્ટની વાતથી ખાખી સવાલોના ઘેરામાં

📅 Published: August 26, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ પોલીસ કમિશનરના દારૂ વિરોધી ડ્રાઈવના આદેશ વચ્ચે નરોડા પોલીસને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. નરોડા પોલીસ દ્વારા દારૂના કેસમાં કાર્યવાહી કર્યા બાદ પોલીસકર્મી અને બુટલેગર વચ્ચે લાખો રૂપિયાના કથિત સેટલમેન્ટની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ વિભાગમાં ચર્ચા મચી છે. જોકે વીડિયોની સત્યતા અને તેમાં કરવામાં આવેલા દાવાઓની તપાસ શરૂ કરવામાં આવી છે. આ વીડિયો વાયરલ થતાં પોલીસ કર્મી જનકને 

નરોડા પોલીસના જનક નામના પોલીસકર્મી અને બુટલેગર વચ્ચેનો વીડિયો

વાયરલ થયેલા કથિત વીડિયોમાં નરોડા પોલીસના જનક નામના પોલીસકર્મી અને બુટલેગર વચ્ચે દારૂના કેસમાં સેટલમેન્ટને લઈને વાતચીત સંભળાઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વીડિયોમાં રૂ.3થી 3.50 લાખમાં મામલો પતાવવાની વાતચીતનો દાવો છે. એટલું જ નહીં, રૂ.1.50 લાખ ઓછા હોવાનું કહી વધુ રકમની માંગણી અંગે પણ વાતચીત થઈ હોવાનો દાવો સામે આવ્યો છે.

Ahmedabad Naroda Police Viral Video Sparks Probe Into Alleged Liquor Case Settlement

સાહેબ રૂ.6થી 8 લાખ માંગે છે

વીડિયોમાં કથિત રીતે ‘સાહેબ રૂ.6થી 8 લાખ માંગે છે’ તેવી વાત પણ સંભળાઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે રૂ.3 લાખ સુધીમાં મામલો પતાવવાનો પ્રયાસ થતો હોવાનું પણ ચર્ચામાં છે. આ કથિત વાતચીત સામે આવ્યા બાદ દારૂ પકડનાર પોલીસકર્મી જ કેસમાં સેટલમેન્ટ માટે વહીવટ કરતો હતો કે કેમ તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.

ખુલ્લા મેદાનમાં પોલીસે રેડ કરી હતી

મહત્વનું છે કે 24 ઓગસ્ટે નરોડા સિટી સેન્ટર પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે 2 શખ્સો પોલીસને જોઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે 43 નંગ વિદેશી દારૂના ક્વાર્ટર, કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.5,18,975નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

કથિત વીડિયોએ સમગ્ર કેસને નવા સવાલોના ઘેરામાં મૂકી દીધો

પરંતુ આ કાર્યવાહી બાદ સામે આવેલા કથિત વીડિયોએ સમગ્ર કેસને નવા સવાલોના ઘેરામાં મૂકી દીધો છે. નરોડા પોલીસ સ્ટેશનમાં નવા PIને ચાર્જ સંભાળ્યાને માંડ 2 દિવસ થયા હતા ત્યારે વીડિયો તેમના ધ્યાને આવતા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો  :    Surat નજીક વંદે ભારત પર પથ્થરમારો, ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા રાજ્યપાલ આનંદીબેન પટેલ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *