અમદાવાદમાં ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 21 નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ યોજાવાનો છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તમામ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા તેમજ ટ્રાફિક સહિતની બાબતોનું મૂલ્યાંકન કર્યા બાદ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
1200થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત
કોન્સર્ટ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે 1200થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવશે. સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે, જેથી કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની તપાસ
અગાઉ મળેલી બોમ્બ ધમકીઓને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમમાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા તપાસ ચાલુ રાખવામાં આવશે. સુરક્ષાના ભાગરૂપે સ્ટેડિયમના વિવિધ વિસ્તારોની ચકાસણી કરવામાં આવશે.
CCTV અને ડ્રોનથી સતત મોનિટરિંગ
સમગ્ર કાર્યક્રમ દરમિયાન સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સાથે ટ્રાફિકનું પણ આયોજન કરવામાં આવશે, જેથી કોન્સર્ટમાં આવતા લોકો અને આસપાસના વાહનચાલકોને વ્યવસ્થિત અવરજવર મળી રહે.
સુરક્ષા સમીક્ષા બાદ મંજૂરી
તમામ સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક સંબંધિત પાસાઓની સમીક્ષા કર્યા બાદ પોલીસ દ્વારા કોન્સર્ટને મંજૂરી આપવામાં આવી છે. મોટેરા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પણ મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ પણ વાંચો : Explainer : ‘મર્દ કો દર્દ નહીં હોતા’ની માન્યતા પાછળ પુરુષોની વેદના, બદનામીના ડરથી 78 ટકા પીડિત પતિઓ મૌન
