Ahmedabad: દિલ્હી એરપોર્ટ પર CISFની મોટી સફળતા; કાબુલ ફ્લાઇટના પેસેન્જર પાસેથી મોટો ચંદનનો જથ્થો જપ્ત

📅 Published: September 23, 2026 | 📂 Category: gujarati-news

દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પર સુરક્ષા વધારવા સાથે તસ્કરી અટકાવવા માટે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) દ્વારા હાથ ધરાયેલા ચેકિંગમાં મોટી સફળતા મળી છે. દિલ્હી એરપોર્ટના ઇન્ટરનેશનલ સિક્યોરિટી હોલ્ડ એરિયા (SHA) પર તૈનાત સીઆઈએસએફના જવાનોએ એક મુસાફરના હેન્ડ બેગેજનું સ્ક્રીનિંગ કરતી વખતે શંકાસ્પદ જથ્થો શોધી કાઢ્યો હતો.

દિલ્હી એરપોર્ટ પર CISFનો સપાટો

બેગની ઘનતા અને એક્સ-રે ઈમેજ શંકાસ્પદ જણાતાં સીઆઈએસએફના જવાનોએ તેને બાજુ પર રાખીને ફિઝિકલ ચેકિંગ હાથ ધર્યું હતું. તલાશી દરમિયાન હેન્ડ બેગેજની અંદર છુપાવેલા 11 જેટલા પ્લાસ્ટિક કન્ટેનર મળી આવ્યા હતા, જેને ખોલીને જોતાં તેમાંથી ગેરકાયદેસર રીતે વિદેશ લઈ જવાતો ચંદનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ મુસાફર દિલ્હીથી કાબુલ જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં સવાર થવાનો હતો તે સમયે જ તેને ઝડપી લેવાયો હતો.

કાબુલ ફ્લાઇટના પેસેન્જર પાસેથી મોટો ચંદનનો જથ્થો જપ્ત

સીઆઈએસએફની જવાંમર્દી અને ત્વરિત કાર્યવાહીના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચંદનની તસ્કરી કરવાનો મોટો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. જપ્ત કરાયેલો ચંદનનો જથ્થો અને ઝડપાયેલા મુસાફરને આગળની કાયદેસરની તપાસ અને પ્રોટોકોલ મુજબ કસ્ટમ્સ વિભાગને સુપ્રત કરવામાં આવ્યા છે. કસ્ટમ્સ દ્વારા આ મુસાફર ક્યાંથી ચંદન લાવ્યો હતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય કોણ સામેલ છે તે દિશામાં પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Amreli: લીલીયા અને સિહોર પંથકમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ; અસહ્ય ઉકળાટમાંથી મુક્તિ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *