Ahmedabad : દિવાળીના રંગે રંગાયું શહેર, નૂતન વર્ષના વધામણાં માટે અમદાવાદીઓમાં ઉત્સાહ

📅 Published: November 9, 2026 | 📂 Category: Ahmedabad

આશા, ઉત્સાહ અને ઉમંગના માહોલ વચ્ચે અમદાવાદીઓ આવતીકાલ કારતક સુદ એકમે નવા વર્ષને આવકારશે. સુખ-દુઃખ, સારી-નરસી યાદો અને અનેક અનુભવો સાથે વિક્રમ સંવત 2082ને વિદાય આપી હવે નવી આશા, નવા સંકલ્પ અને ઉમંગ સાથે વિક્રમ સંવત 2083નો મંગળવારે પ્રારંભ થશે. વહેલી સવારે શહેરના જગન્નાથ મંદિર, કેમ્પ હનુમાન, સોમનાથ મહાદેવ સહિતના પૌરાણિક મંદિરોમાં દર્શન-પૂજન, શ્રદ્ધાળુઓ દ્વારા પૂજા-અર્ચના સાથે ફ્ટાકડા ફોડી ઉજવણી થશે. અઠવાડિયાથી અમદાવાદમાં દિવાળી અને નૂતન વર્ષની ઉજવણીનો માહોલ જામ્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મુખ્ય બજારોની રોનક, પોળથી માંડીને હાઈરાઇઝ ફ્લેટોમાં રંગોળી, દીવડાંનો ઝગમગાટ અને ફ્ટાકડાના ધમાકા વચ્ચે સમગ્ર અમદાવાદ દિવાળીમય બન્યું છે. દિવાળીની રવિવારની રજા બાદ સોમવારે અનેક કોર્પોરેટ ઓફ્સિો અને બેંકોમાં કામકાજ શરૂ થતાં સી.જી. રોડ, આશ્રમ રોડ તેમજ જૂના શહેરના બજારોમાં થોડી ચહલપહલ જોવા મળી હતી. બીજી તરફ્ મોડી સાંજથી જ નૂતન વર્ષના વધામણાંનો ઉત્સાહ અમદાવાદીઓમાં છવાયો હતો. બાળકો અને યુવાધને ફ્ટાકડા, રોકેટ, ચકરડી, કોઠી અને અવનવી આતશબાજી કરીને પર્વની મોજ માણી હતી. ગૃહિણીઓએ ઘરના આંગણે રંગબેરંગી રંગોળી પૂરી હતી, જ્યારે ઘરના ઉંબરે દીવડાં પ્રગટાવી પ્રકાશપર્વની પરંપરાને જીવંત રાખી હતી. ભગવાન રામના અયોધ્યા આગમન સાથે જોડાયેલી દિવાળીની ઉજવણીને પગલે શહેરના તમામ મંદિરોમાં વિશેષ શણગાર અને રોશની કરાઈ હતી. મંગળવારે વહેલી સવારે ઘર, દુકાન અને ઓફ્સિોમાં શુભ મુહૂર્તમાં પૂજા-અર્ચના કર્યા બાદ ફ્ટાકડા ફોડી નવા વર્ષના વધામણાં કરાશે. ત્યારબાદ વડીલોના ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવી, પરિવારજનો, મિત્રો અને સ્નેહીજનોને મળી ‘સાલમુબારક’ તથા નૂતન વર્ષાભિનંદન પાઠવવાની પરંપરા નિભાવાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *