Ahmedabad: દેશમાં પ્રથમવાર 2029માં યોજાશે IWF વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ; ગુજરાતમાં ઉતરશે વિશ્વના ચેમ્પિયન ખેલાડીઓ!

📅 Published: October 25, 2026 | 📂 Category: Ahmedabad

ભારતના રમતગમત ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધાઓ પૈકીની એક એવી IWF વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૯ નું આયોજન ભારતના અમદાવાદ શહેરમાં કરવામાં આવશે. દેશના ઇતિહાસમાં આ સૌપ્રથમ વખત બનશે જ્યારે વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ભારતની ધરતી પર રમાશે. આ ઐતિહાસિક ઉપલબ્ધિ અંગે રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સત્તાવાર માહિતી શેર કરી દેશવાસીઓ અને રમતપ્રેમીઓને અભિનંદન પાઠવ્યા છે.

harsh

અમદાવાદ બન્યું વૈશ્વિક સ્પોર્ટ્સનું ગઢ

ગુજરાતમાં નિર્માણ પામેલા અત્યાધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટેડિયમોના કારણે અમદાવાદ હવે વૈશ્વિક સ્તરે રમતગમતની પ્રમુખ પસંદગી બની ચૂક્યું છે. અમદાવાદ ખાતે અગાઉ કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 અને એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 ના સફળ આયોજનો બાદ, હવે વિશ્વ કક્ષાની સૌથી મોટી 2029 ની વૈશ્વિક સ્પર્ધા પણ અહીં યોજાવા જઈ રહી છે. આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે વિશ્વભરના 100થી વધુ દેશોના દિગ્ગજ વેઇટલિફ્ટરો, ઓલિમ્પિયન વિજેતાઓ અને કોચ અમદાવાદ આવી પહોંચશે.ભારત દ્વારા ભવિષ્યમાં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે કરવામાં આવી રહેલી તૈયારીઓ વચ્ચે આ પ્રકારની વિશ્વ કક્ષાની સ્પર્ધાનું આયોજન ભારતની આયોજન ક્ષમતા પર વૈશ્વિક મહોર લગાવે છે.

હર્ષ સંઘવીની જાહેરાત અને ગુજરાત માટે ગર્વની ક્ષણ

રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ ગૌરવપૂર્ણ ક્ષણની વિગતો આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં વર્લ્ડ-ક્લાસ સ્પોર્ટ્સ ફેસિલિટીઝ અને ખેલાડીઓને અપાતા પ્રોત્સાહનને પગલે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભારત અને ખાસ કરીને ગુજરાત પર સંપૂર્ણ ભરોસો દર્શાવી રહી છે. આ મેગા ઇવેન્ટના આયોજનથી ગુજરાતના સ્થાનિક ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર મળશે અને રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વધુ સુદ્રઢ બનશે.

આ પણ વાંચો: Sandesh Digital Explainer: ગુજરાતમાં વહેલી ચૂંટણીની વકી, જેઠા સોલંકીની હાથ’ સાથે વાપસીથી ભાજપમાં દોડધામ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *