Ahmedabad: ધના સુથારની પોળમાં એક મહિનાથી ગટરો ઉભરાવાની સમસ્યા યથાવત

📅 Published: November 18, 2026 | 📂 Category: Ahmedabad

એક તરફ્ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ અમદાવાદ અને વોટ્સએપ પર લોકેશન મોકલતા જ તાત્કાલિક સફાઈ થતી હોવાના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ્ શહેરના કોટ વિસ્તારની વાસ્તવિકતા અત્યંત દયનીય છે. ધના સુથારની પોળમાં આવેલા બાપુ મહેતાના ચોકઠામાં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી નાની ગટર ચોકઅપ થઈને ઊભરાઈ રહી છે. આ ગટરના ગંદા પાણી અને અસહ્ય દુર્ગંધને કારણે સ્થાનિક રહીશો, વેપારીઓ અને ધાર્મિક સ્થાનોની હાલત કફોડી બની છે.

સ્થાનિકોનું કહેવું છે કે ગટર ઊભરાતી હોવાની જગ્યાની એક બાજુ જૈન ઉપાશ્રય અને બીજી બાજુ સરકારી સસ્તા અનાજની દુકાન આવેલી છે. ગટરની અસહ્ય વાસ અને ગંદકીને કારણે ઉપાશ્રયમાં બિરાજમાન સાધ્વીજીઓને નાછૂટકે ઉપાશ્રય ખાલી કરીને અન્યત્ર વિહાર કરવાની ફરજ પડી છે. બીજી તરફ્, સસ્તા અનાજની દુકાનમાં પણ ગટરના ગંદા પાણી ઘૂસી જતાં ગરીબો માટેનું અનાજ પલળીને બગડી ગયું છે. વધુમાં સ્થાનિકોનું કે આ સમસ્યા અંગે કોર્પોરેશનના હેલ્પલાઇન નંબર પર અંદાજે 15થી 20 વખત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવાને બદલે રહીશોને જાણ કર્યા વિના જ ફરિયાદો ઓટોમેટિક બંધ કરી દેવામાં આવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *