Ahmedabad : નરોડામાં સગીરાની છેડતી કરી કન્સ્ટ્રક્શન સાઈટના 10મા માળેથી નીચે ફેંકી

📅 Published: August 20, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદના નરોડા મુઠીયા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક નવી બની રહેલી કન્સ્ટ્રક્શન સાઈટના 10મા માળેથી એક સગીરાને નીચે ફેંકી દેવામાં આવતાં વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 

સગીરાની છેડતી કરી નીચે ફેંકી

પ્રાથમિક માહિતી મુજબ, 3 નરાધમો દ્વારા આ સગીરાની છેડતી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને નિર્દયતાથી 10મા માળેથી નીચે ફેંકી દેવાઈ હતી.

ત્રણેય આરોપી રાજસ્થાનના

ઘટનાની જાણ થતાં જ નરોડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ઘટનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓ મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના રહેવાસી છે. આરોપીઓની ઓળખ રાહુલ ડોડીયાર, સુરેશચંદ્ર ચરપોટ અને દિનેશ નિનામા તરીકે થઈ છે.

પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા

નરોડા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બે આરોપીઓ દિનેશ નિનામા અને સુરેશચંદ્ર ચરપોટાની અટકાયત કરી લીધી છે. જ્યારે ઘટના બાદ ફરાર થઈ ગયેલા ત્રીજા આરોપી રાહુલ ડોડીયારને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે કાયદાકીય શિકંજો કસ્યો છે.  

આ પણ વાંચો   :     નરોડામાં સગીરાની છેડતી કરી કન્સ્ટ્રક્શન સાઈટના 10મા માળેથી નીચે ફેંકી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *