Ahmedabad: નરોડામાં સગીરા પર દુષ્કર્મ આચરી વીડિયો વાયરલ કરનાર જયદીપ રબારી ઝડપાયો

📅 Published: August 26, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરના નરોડામાં સગીરાની સુરક્ષા અને સોશિયલ મીડિયાના દૂષણને ઉજાગર કરતી એક શરમજનક ઘટના સામે આવી છે. ૨૧ વર્ષીય આરોપી જયદીપ રબારી, જે વ્યવસાયે ડ્રાઇવિંગ સાથે સંકળાયેલો છે, તે સોશિયલ મીડિયાના માધ્યમથી નરોડા વિસ્તારમાં રહેતી એક સગીરાના સંપર્કમાં આવ્યો હતો.

સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની ખોટી લાલચ આપી હતી અને ત્યારબાદ તેની સાથે શારીરિક સંબંધો બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન આરોપીએ સગીરાનો આપત્તિજનક વીડિયો પણ પોતાના મોબાઇલમાં કંડારી લીધો હતો.દુષ્કર્મ આચર્યા બાદ આરોપી જયદીપ રબારીએ આ વિકૃત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. વીડિયો વાયરલ થવાના કારણે સગીરાની થયેલી સગાઈ તૂટી ગઈ હતી અને તેને ભારે સામાજિક બદનામી સહન કરવાનો વારો આવ્યો હતો.

આરોપીએ વીડિયો વાયરલ કરતાં સગીરાની સગાઈ તૂટી

સમગ્ર ઘટના અંગે સગીરાના પરિવારે નરોડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી આપવીતી જણાવતાં પોલીસે તુરંત જ ગુનો દાખલ કર્યો હતો.નરોડા પોલીસે પોક્સો એક્ટ તેમજ દુષ્કર્મ અને આઈટી એક્ટની વિવિધ સખત કલમો હેઠળ 21 વર્ષીય આરોપી જયદીપ રબારીની અટકાયત કરી લીધી છે. પોલીસે આરોપીનો મોબાઇલ ફોન જપ્ત કરી વાયરલ કરાયેલા વીડિયો અંગે સાયબર સેલની મદદથી વધુ ટેકનિકલ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Bharuch : બે દિવસથી ગુમ 14 વર્ષીય કિશોરનો નર્મદામાંથી મળ્યો મૃતદેહ, શોધખોળનો કરુણ અંત



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *