Ahmedabad: નરોડામાં 183 દબાણ હટાવી સામાન જપ્ત કરાયો, 12 વાહનો લોક કરી દંડ વસૂલાયો

📅 Published: August 30, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરમાં ટ્રાફ્કિની સમસ્યા હળવી કરવા અને જાહેર માર્ગો તેમજ ફૂટપાથને દબાણમુક્ત કરવાના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉત્તર ઝોનના નરોડા વિસ્તારમાં મ્યુનિ. એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા અચાનક દરોડા પાડીને રોડ-રસ્તા અને ફૂટપાથ પર કરાયેલા ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા હતા તેમજ અડચણરૂપ પાર્ક કરાયેલા વાહનો સામે દંડાત્મક પગલાં ભરવામાં આવ્યા હતા. મળતી વિગતો મુજબ, નરોડા પંથકમાં મુખ્ય રોડ અને નાગરિકો માટે ચાલવાના ફૂટપાથ પર લારી-ગલ્લા, પથારા અને વેપારીઓ દ્વારા માલસામાન મૂકીને કરાયેલા દબાણો અંગે વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેને પગલે ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગની ટીમે કાફ્લા સાથે નરોડા વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. કાર્યવાહી દરમિયાન રોડ પર અવરોધરૂપ એવા કુલ 183 જેટલા દબાણકારી માલસામાનને તંત્ર દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો હતો.એસ્ટેટ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, નાગરિકોની સુવિધા અને ટ્રાફ્કિની સરળ અવરજવર માટે રોડ તથા ફૂટપાથને દબાણમુક્ત રાખવાની આ સઘન ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા અને પુનઃ દબાણ કરનારાઓ સામે વધુ કડક કાયદાકીય કાર્યવાહી કરવાની પણ તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

ગુજરાતના વધુ વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *