Ahmedabad : નરોડા પાટીયાથી કુબેરનગર રેલવે ક્રોસિંગ સુધીનો માર્ગ બિસ્માર બન્યો

📅 Published: September 18, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરના નરોડા વોર્ડમાં આવેલા નરોડા પાટીયાથી કુબેરનગર રેલવે ક્રોસિંગ તરફ્ જતો અંદાજે એક કિલોમીટરનો માર્ગ તાજેતરમાં પડેલા વરસાદ બાદ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. વરસાદી પાણીના નિકાલ અને ભારે વહાનવ્યવહારના કારણે આખો રોડ ધોવાઈ ગયો છે, જેના લીધે સમગ્ર માર્ગ પર ઠેર-ઠેર નાના-મોટાં જોખમી ગાબડાં પડી ગયા છે. સ્થાનિકોનું કહેવું છે કે રોડની બિસ્માર હાલતને કારણે વાહનચાલકોને ખાડાઓથી બચવા માટે જીવના જોખમે વાહન હંકારવાની ફરજ પડી રહી છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું અત્યંત ભયજનક બન્યું છે. અચાનક સામે ખાડો આવી જવાથી વાહનનું સંતુલન ગુમાવવાના અને ગંભીર અકસ્માત સર્જાવાના અનેક કિસ્સાઓનો ભય સતત તોળાઈ રહ્યો છે. રાત્રિના સમયે અપૂરતી લાઈટના કારણે આ સ્થિતિ વધુ વિકટ બને છે. સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આ માર્ગના ગાબડાં પૂરવા કે પ્રાથમિક રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી નથી. તંત્રની આ નિષ્ક્રિયતાના કારણે સમય જતાં ખાડાઓ વધુ ઊંડા અને વધારે જોખમી બની રહ્યા છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંબંધિત તંત્ર સમક્ષ અલ્ટીમેટમ સાથે માંગ કરી છે કે, કોઈ મોટી દુર્ઘટના સર્જાય કે કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જાય તે પહેલાં આ માર્ગનું તાત્કાલિક ધોરણે યોગ્ય સમારકામ કરવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *