Ahmedabad : નળકાંઠા ગ્રામ્યમાંથી નશાકારક કફ્સીરપના જથ્થા સાથે 3 શખ્સોને પોલીસે પકડી પાડયા

📅 Published: October 9, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોની બદી તેમજ હેરાફેરી અટકાવી યુવાનોને નશીલા પદાર્થોના સેવનથી બચાવવા પોલીસ દ્વારા ગેરકાનૂની કામ કરનારા સામે કાયદેસરના પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે બુધવારે નળકાંઠા વિસ્તારમાંથી નળસરોવર પોલીસે ત્રણ વ્યક્તિની નશાકારક કફ્સિરપના જથ્થા સાથે ધરપકડ કરી કુલ રૂ. 6.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બે ગુના નોંધી કુલ 4 વ્યક્તિ વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથધરી ચોથા સાગરિતની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ નળ સરોવર પોલીસને બાતમી મળતા પોલીસ ટીમે બુધવારે ઉપરદળ ગામ પાસે તપાસ હાથ ધરી હતી. દરમ્યાનમાં બામતી મુજબનુ વાહન આવતા તેને રોકી તપાસતા નશાકારક કફ્ સીરપની 80 નંગ કુલ 17,520 કિંમત બોટલનો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે વાહનમાં નશાકારક કફ્ સીરપના જથ્થાને લઈ જતા હરશન રેવાભાઇ કો. પટેલ ઉ.વ.35 ધંધો-ખેતી રહે.હીરાપુર, હનુમાનવાસ, તા. સાણંદ તથા સાથી કમલેશ મેરુભાઇ સોલંકી ઉ.વ.24 ધંધો-વેપાર રહે. કુંવાર ગામ, ટેકરા વાસ, તા. સાણંદના શખ્સોની ધરપકડ કરી હતી. સીરપના જથ્થા સાથે બે નંગ મોબાઇલ તથા એક વાહન મળી કુલ 5,32,520 કિંમતનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. નશાકારક કફ્ સીરપની બોટલોનો જથ્થો વેચાણ કરવા માટે સદ્દામ બાબુભાઇ ખલીફ રહે. દેવડથલ ગામના શખ્સ પાસેથી લઈને હીરાપુર તરફ્ લઈ જવાતો હોવાનુ જાણવા મળ્યુ હતુ. જેથી પોલીસે ગુરુવારે સદામ ખલીફને દબોચી લીધો હતો. પોલીસે સદામને લાલ આંખ બતાવતાં જ નશાકારક સિરપનો વધુ જથ્થો અન્ય વ્યક્તિના ખેતરમાં સંતાડયો હોવાની હકીકત જણાવી હતી. જેથી તેની સાથે પોલીસ ખેતરમાં પહોંચી હતી. વાવેતર વચ્ચે સંતાડેલો જથ્થો બહાર લવાયો હતો અને 370 નંગ કુલ રૂ. 81,030 કિંમતનો વધુ જથ્થો કબજે લેવાયો હતો. સદામ સાથે અનનો નામનો એક સાગરીત સંડોવાયેલો છે. જે મળી નહીં આવતા પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *