Ahmedabad : નળસરોવરને વન મંત્રીએ બોટમાં બેસીને નિહાળ્યું, સહેલાણીઓ માટે હજુય થોભો અને રાહ જુઓ !

📅 Published: November 26, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ જિલ્લામાં વિરમગામ નજીક આવેલા વિશ્વભરમાં ખ્યાતનામ નળસરોવર પક્ષી અભયારણ્યની રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મંગળવારે એકાએક મુલાકાત લઈ સ્થાનિક નિરીક્ષણ કર્યું હતુ. તેમજ સ્થાનિક બોટમેન આગેવાનોની રજૂઆતો સાંભળી હતી. આ તકે ઉપસ્થિત ધારાસભ્ય, વિસ્તારના રાજકીય આગેવાનો સહિત તંત્રના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ વખતની સીઝનમાં ટૂંક સમયમાં સરકારી ગાઈડ લાઈનના નિયમો અનુસારમાં સહેલાણીઓના આનંદ પ્રમોદ માટે તેમજ બોટમેનોની રોજગારી માટે બોટિંગ શરૂ કરવા તંત્રને સૂચન કરાયાનું જાણવા મળ્યુ છે. વડોદરા શહેરના ચકચારી હરણી તળાવમાં બોટ પલટી જવાના કાંડ બાદ છેલ્લાં ઘણા લાંબા સમયથી નળ સરોવરમાં સરકારના આદેશથી પર્યટકો માટે બોટિંગ બંધ કરી દેવાયુ છે. પરંતુ મંગળવારે રાજ્યના વન પર્યાવરણ મંત્રી અને રાજકીય આગેવાનોએ સરકારી નિયમો મુજબની આવેલી બોટમાં સવાર થઈ લાઈફ્ જેકેટ પહેરીને ટ્રેની બોટમેનના હલેસાએ સરોવરમાં બોટિંગ કરી ઝાંખી કરી હતી. રાજ્ય પર્યટન વિભાગ દ્વારા નળસરોવરના વિકાસ અને પ્રવાસન સુવિધાઓ માટે 28 કરોડ ખર્ચે વિકાસ કામગીરી કરવામાં આવી છે. નળસરોવરમાં 230 બોટમેનની સંખ્યા છે.હાલ 82 જેટલી બોટ નિયમો મુજબની આવી ગઈ છે. જેના રજીસ્ટ્રેશન બાકી છે. આગામી ગણતરીના દિવસોમાં પંદર વીસ રજીસ્ટ્રેશન કામગીરી પુર્ણ થતાં પંદરથી વીસ બોટ બોટિંગ માટે શરૂ થઈ જશે સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. આ ઉપરાંત નળ સરોવરમાં દેશ વિદેશના પ્રવાસી વિહંગોને નિહાળવા આવતા પર્યટકોના ખાણીપીણી માટે સરોવર બહાર પાર્કિંગ વ્યવસ્થા નજીકમાં કેન્ટિંનનું મકાન તૈયાર કરવામાં આવ્યું છે. જેના સંચાલન કોન્ટ્રાક્ટ માટે પ્રક્રિયા હાથ ધરાયા બાદ શરૂ થશે. બોટિંગ માટે મેરી ટાઇમ બોર્ડ તથા કેન્ટિન વ્યવસ્થા સહિત વિકાસ માટે ઇકો ડેવલોપમેન્ટ કામગીરી સંભાળી રહ્યાં છે. હાલ નળસરોવર ની મુલાકાત માટે પાંચ વ્યક્તિ સાથે વાહન મળી ચારસો રૂપિયા એન્ટ્રી ફી છે. પાંચથી વધુ હોય તો પર વ્યક્તિએ ચાલીસ રૂપિયાની એન્ટ્રી ફી વધુ લેવામાં આવતી હોવાનું જાણવા મળ્યુ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *