Ahmedabad : નવરાત્રીના ટાણે ખેલૈયાઓમાં ઉત્સાહનો ઉમંગઃ શહેરમાં ગરબા પ્રેક્ટિસ જોરશોરથી શરૂ

📅 Published: October 2, 2026 | 📂 Category: Ahmedabad

આસો સુદ એકમથી શરૂ થતા મા આરાધનાના મહાપર્વ નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે શહેરમાં ગરબા રસિકો અને ખેલૈયાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શેરી-મોહલ્લાઓ, પાર્ટી પ્લોટ અને ખાનગી એકેડેમીઓમાં ગરબાના તાલે ઝૂમવા માટે ખેલૈયાઓએ રાત-દિવસ પ્રેક્ટિસ તેજ કરી દીધી છે. પરંપરાગત દોઢિયા, પોપટિયું, હુડોથી લઈને ટ્રેન્ડી અર્બન અને ફ્યુઝન ગરબાના સ્ટેપ્સ પર પ્રભુત્વ મેળવવા યુવાનો કલાકો સુધી પરસેવો પાડી રહ્યા છે. બીજી તરફ્, બજારમાં ટ્રેડિશનલ ચણિયાચોળી, કેડિયા, અને એન્ટિક જ્વેલરીની ખરીદી માટે પણ ભારે ભીડ જામી રહી છે. તાલીઓનો ગૂંજ અને ઢોલના ધબકારે મા અંબાની આરાધનામાં લીન થવા સમગ્ર શહેર આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *