Ahmedabad: નિકોલમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ, અશ્લીલ વીડિયો બતાવી 14.39 લાખનું સોનું પડાવ્યું

📅 Published: August 22, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદના પૂર્વ વિસ્તાર ગણાતા નિકોલમાં એક યુવતી સાથે વિશ્વાસઘાત, દુષ્કર્મ અને લાખો રૂપિયાનું સોનું બ્લેકમેલ કરીને પડાવી લેવાની ગંભીર ઘટના સામે આવી છે. ભોગ બનનાર યુવતીને એક યુવકે પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ નિકોલ વિસ્તારમાં આવેલી વિનાયક હોટલ તેમજ ધ ગાર્ડન કાફે રૂમ્સ ખાતે લઈ જઈને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.

નિકોલમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

આ દરમિયાન આરોપીએ યુવતીના અંગત ક્ષણોના અશ્લીલ ફોટા અને વીડિયો પોતાના મોબાઈલમાં શૂટ કરી લીધા હતા. થોડા સમય બાદ આરોપીએ પોતાના પિતાના ટેક્સટાઇલના ધંધામાં મોટું નુકસાન થયું હોવાનું નાટક રચી યુવતી પાસે આર્થિક મદદની માંગણી કરી હતી. યુવતીએ નાણાં આપવાની અસમર્થતા દર્શાવતાં જ આરોપીએ તેનો અસલી ચહેરો બતાવી અશ્લીલ ફોટા-વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું. અશ્લીલ વીડિયો વાયરલ થવાના ડરથી યુવતી આરોપીના દબાણમાં આવી ગઈ હતી. આરોપીએ 7 જૂનથી 12 ઓગસ્ટ દરમિયાન યુવતી પાસેથી તેના પરિવારના સોનાના દાગીના તબક્કાવાર પડાવી લીધા હતા.

નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

આરોપીએ યુવતી પાસેથી કુલ 144.51 ગ્રામ સોનાના વિવિધ ઘરેણાં (જેની કિંમત આશરે રૂ. 14.39 લાખ થાય છે) ધમકી આપીને મેળવી લીધા હતા.આ દાગીના નિકોલ વિસ્તારમાં આવેલી વર્ષા ગોલ્ડ જ્વેલર્સ અને હર્ષ જ્વેલર્સમાં વેચી દેવામાં આવ્યા હતા.યુવતીના પરિવારે ઘરમાંથી દાગીના ગાયબ હોવાની પૂછપરછ કરતાં સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. યુવતીએ આરોપી પાસે દાગીના પરત માંગતા તેણે ફરીથી અશ્લીલ સામગ્રી વાયરલ કરવાની ધમકી આપી હતી. આખરે પીડિતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બળાત્કાર, બ્લેકમેલિંગ અને છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Surat: બાળકોની જૂની અદાવતમાં યુવકની ક્રૂર હત્યા, ભેસ્તાન પોલીસે 3 આરોપીઓને દબોચ્યા



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *