શહેરમાં AMTS અને સ્માર્ટ ટ્રાન્સપોર્ટના નામે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા ધુમાડો થઈ રહ્યા છે. તંત્રનો અજીબ તાલોમેલ જોવા મળી રહ્યો છે. જયાં હજારો મુસાફરો રોજ બસની રાહ જોતા ઊભા રહે છે ત્યાં છાપરુંય નથી, અને જ્યાં મુસાફરોનો પત્તો નથી ત્યાં લાખોના ખર્ચે ડિજિટલ શો-પીસ ઊભા કરી દેવાયા છે. મહત્વનું છે કે શહેરના અનેક શ્રમજીવી અને મધ્યમવગરીય વિસ્તારોના રૂટ્સ પર રોજ હજારો મુસાફરો અવરજવર કરે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે અહીં સાદું પતરાંનું શેડ કે બેસવાની બેન્ચ પણ નથી. નરોડા, નિકોલ , વટવા, વસ્ત્ર્રાલમાં હજારો શ્રમજીવી રોજ મુસાફરી કરે છે. ચોમાસામાં ધાબધબીને પલળવું પડે છે અને ઉનાળામાં કાળઝાળ તડકામાં શેકાવું પડે છે. જ્યારે બીજી તરફ્, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કરોડોના ખર્ચે મોડર્ન સ્ટેઈનલેસ સ્ટીલ, વાયરલેસ ચાર્જિંગ બેન્ચ,CCTV અને LED સ્ક્રીન ધરાવતા હાઈટેક બસ સ્ટેન્ડ બનાવાઈ રહ્યા છે. કમનસીબી એ છે કે આ સ્ટેન્ડ સિંધુભવન રોડ જેવા પોશ વિસ્તારોમાં મુકાયા છે, જ્યાં બસનો ઉપયોગ કરનારો વર્ગ નહિવત છે.
Ahmedabad: પૂર્વમાં સિટી બસ સ્ટેન્ડના નામે અન્યાયઃ મુસાફરો વરસાદમાં પલળે, પોશ વિસ્તારમાં શો-પીસ જેવા સ્ટેન્ડ ખડકી દેવાયા
📅 Published: August 23, 2026 |
📂 Category: Ahmedabad
