Ahmedabad પોલીસ બેડામાં શોકનું મોજું, ફરજ પરથી ઘરે પરત ફરતી વખતે પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મોત

📅 Published: October 24, 2026 | 📂 Category: Ahmedabad

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અચાનક આવતા હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ વિભાગમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે ફરજ બજાવતા એક કર્મચારીનું ફરજ પરથી પરત ફરતી વખતે અચાનક હાર્ટ એટેક આવવાના કારણે કરુણ મોત નીપજ્યું છે. આ અચાનક બનેલી દુર્ઘટનાને પગલે સમગ્ર અમદાવાદ પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.

A-2 શાખાના હેડ ક્લાર્ક કિરીટદાન ગઢવીનું સારવાર દરમિયાન મોત

મળતી માહિતી મુજબ, મૃતક કર્મચારીની ઓળખ કિરીટદાન ગઢવી તરીકે થઈ છે. તેઓ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતેની ‘A-2’ શાખામાં હેડ ક્લાર્ક તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા હતા. કિરીટદાન ગઢવી પોતાની દૈનિક ફરજ પૂર્ણ કરીને કચેરીથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, તે જ સમયે માર્ગમાં અચાનક તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. તબિયત લથડતાં જ તેમને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

પોલીસ કમિશનર કચેરીના સ્ટાફમાં ઘેરો શોક

કિરીટદાન ગઢવીના અચાનક અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં પોલીસ કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીઓ અને તેમની સાથે ફરજ બજાવતા સહકર્મીઓ હોસ્પિટલ અને તેમના નિવસ્થાને દોડી આવ્યા હતા. એક નિષ્ઠાવાન અને સનિષ્ઠ કર્મચારીને અચાનક ગુમાવી દેતાં કચેરીના તમામ સ્ટાફ મિત્રોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. બીજી તરફ, પરિવારના કમાનાર મોભીનું આ રીતે અચાનક હાર્ટ એટેકથી મોત થતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

આ પણ વાંચો : Vadodara Accident Update : ગોત્રી પોલીસ મથકે મૃતકોના પરિવારજનોનો આક્રોશ, કાર ચાલક નબીરાને ફાંસીની સજા આપવાની ઉગ્ર માંગ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *