Ahmedabad : પ્રોપર્ટીના વિવાદે લીધો ઉગ્ર વળાંક, બહેરામપુરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો

📅 Published: August 24, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં પ્રોપર્ટીના વિવાદને લઈને એક જ સમુદાયના બે જૂથ આમને-સામને આવી જતા તંગદિલીનો માહોલ સર્જાયો હતો. બહેરામપુરા પોલીસ ચોકી નજીક બંને પક્ષો વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલાએ અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પથ્થરમારો શરૂ થયો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.

પ્રોપર્ટીના મુદ્દે બંને જૂથ વચ્ચે લાંબા સમયથી વિવાદ

પ્રાથમિક માહિતી મુજબ પ્રોપર્ટીના મુદ્દે બંને જૂથ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને લઈને બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતાં મામલો બગડ્યો હતો અને ત્યારબાદ બંને તરફથી પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. પથ્થરમારાની ઘટનાથી આસપાસના લોકોમાં પણ દોડધામ મચી ગઈ હતી.

અનેક વાહનોને નુકસાન પહોંચ્યું 

આ અથડામણ દરમિયાન રસ્તા પર અને આસપાસ પાર્ક કરવામાં આવેલા અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું. પથ્થરમારાના કારણે વાહનોના કાચ અને અન્ય ભાગોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાના પગલે પોલીસ સ્થળ પર પહોંચી

ઘટના બાદ બંને પક્ષો પોતાની ફરિયાદ નોંધાવવા માટે દાણીલીમડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પ્રોપર્ટી વિવાદમાં પથ્થરમારો કરનાર કોણ હતા અને કેટલા લોકો આ ઘટનામાં સામેલ હતા તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે. 

આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *