Ahmedabad: બહેરામપુરાના સંતોષનગરમાં AMC એ અડધુંરોડનું કામ કરી પડતુ મુકતા રોષ

📅 Published: September 26, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી વિકાસલક્ષી કામગીરી સામે બહેરામપુરા વોર્ડના સંતોષનગરના રહીશોએ રોષ વ્યક્ત કર્યો છે. પ્રજાના ટેક્સના પૈસા અને જનરલ બજેટમાંથી કરવામાં આવતા ડામર રોડના કામમાં AMCના ભેદભાવપૂર્ણ અને અડધા-પડધા કામ સામે સ્થાનિકોએસવાલો ઉઠાવ્યા છે.

શુક્રવારે વહેલી સવારે સંતોષનગર રોડ પર ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે, આ ડામર કામ માત્ર સંતોષનગરના શ્રી ગણેશ મિત્ર મંડળની ચાલીથી લઈને ઈકબાલ કરિયાણાની દુકાન સુધી જ સીમિત રાખવામાં આવ્યું હતું.

જ્યારે બીજી તરફ્, સંતોષનગરમાં આવેલા હનુમાનજી મંદિરની આગળ, ચાંદશહીદ મસ્જિદની ચાલી આગળ અને AMC પાણીની ટાંકી વાળી ચાલી આગળના સમગ્ર રોડ પર કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. રોડનો આ હિસ્સો અધૂરો છોડી દેવાતાં સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *