બાવળા નગરના વોર્ડ નંબર 7માં સ્થાનિક રહીશોના અવરજવર અર્થે એકમાત્ર માર્ગ આંબેડકર માર્ગ પર છેલ્લાં ઘણાં દિવસોથી વરસાદી પાણી અને ખુલ્લી ગટરમાથી ઉભરાતુ દુષિત પાણી ભરાયેલા રહ્યા છે. તેમ છતાં પાલિકા દ્વારા આજદિન સુધીમાં કોઈ જ પગલાં ન લેવાતાં રોજબરોજ શાળાએ જતા વિદ્યાર્થીઓ તથા સ્થાનિકોને તે દુષિત પાણીમાંથી ફરજિયાત અવરજવર કરવી પડે છે. સતત ભરાયેલા રહેલાં પાણીના કારણે રોડ પર પણ ખાડા પડી ગયા છે. એથી જોખમી સ્થિતિ જોવા મળી રહી છે. આ પ્રશ્ને જાગૃત નાગરિકો દ્વારા બાવળા પાલિકાના ચીફ્ ઓફ્સિર, પ્રમુખને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાના નિકાલ માટે કોઈ જ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી છે. તેમજ વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ અપાઈ છે.
Ahmedabad: બાવળા નગરના આંબેડકર માર્ગ પર નર્કાગારની સ્થિતિથી છાત્રો તેમજ સ્થાનિક રહીશોને હાલાકી
📅 Published: August 14, 2026 |
📂 Category: Ahmedabad
