Ahmedabad: બિપિનભાઈ આદ્રોજા સાહેબના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન

📅 Published: August 27, 2026 | 📂 Category: Ahmedabad

આદરણીય બિપીનભાઈ સરના જન્મદિવસ નિમિત્તે શાળાના ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત ઉપલબ્ધ કરાવવામાં સહભાગી બનવાનો હતો. શિબિરમાં શિક્ષકો,વાલીઓ, સગા-સંબંધીઓ, મિત્રો તથા શુભેચ્છકો દ્વારા ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું. સૌએ સ્વૈચ્છિક રીતે આગળ આવીને આ જીવનદાયી સેવાકાર્યમાં પોતાનું યોગદાન આપ્યું અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડયું. બિપિનભાઈ આદ્રોજા સાહેબના જન્મદિવસની ઉજવણીને માત્ર આનંદ અને શુભેચ્છાઓ પૂર્તિ સીમિત ન રાખીને ‘સેવા અને પરોપકાર દ્વારા ઉજવણી’માં પરિવર્તિત કરવાનો આ પ્રયાસ સૌ માટે પ્રેરણાદાયી રહ્યો. આ રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે રક્તદાતાઓ, શિક્ષકો, સ્વયંસેવકો તથા તબીબી ટીમનો શાળા પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.’તમારું થોડુંક રક્ત, કોઈના જીવન માટે બની શકે છે અમૂલ્ય ભેટ’.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *