Ahmedabad: ભારત સામે નિર્ભય ક્રિકેટ રમીશું: કેપ્ટન

📅 Published: October 23, 2026 | 📂 Category: Ahmedabad

ઝિમ્બાબ્વે કેપ્ટન જોસેફ્નિન્કોમોએ જણાવ્યું હતું કે, બોલિંગ એ ઝિમ્બાબ્વેની સૌથી મોટી તાકાત છે. જોકે 20માં બોલર્સ ધાર્યા મુજબ પ્રદર્શન કરી શક્યાં ન હતા, પરંતુ વન-ડેમાં લાઇન-લેન્થના યોગ્ય અમલ સાથે બોલિંગ યુનિટ મજબૂત વાપસી કરશે તેવી આશા છે. જો પાવરપ્લે અને મિડલ ઓવર્સમાં પ્લાન મુજબ એક્ઝિક્યૂશન થશે તો ટીમ સારો પડકાર ફેંકી શકશે. ખેલાડીઓને ફ્ક્ત એક જ સલાહ આપવામાં આવી છે કે, ક્રિકેટ આખરે એક રમત છે, ભૂલો થાય તો તેમાંથી ઝડપથી બહાર નીકળીને આગામી બોલ પર ધ્યાન કેન્દ્રિત કરવું. અમારું લક્ષ્ય કોઈ પણ ડર વગર નિર્ભયપણે મેદાનમાં ઉતરી એક સમયે એક મેચ પર ફેકસ કરવાનું રહેશે. ટીમ પ્રેક્ટિસ સેશન દ્વારા અહીંની પિચ અને વાતાવરણ સાથે ઝડપથી અનુકૂલ સાધી લેશે. વડોદરાની વિકેટ પર વધુ ટર્ન અથવા સ્વિંગ મળે તો પણ ટીમ તેને પહોંચી વળવા તૈયાર છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *