Ahmedabad: મણિનગર ક્રોસિંગથી ગોરના કૂવા તરફ્નો મુખ્ય માર્ગ બંધ, વાહનચાલકો માટે ડાયવર્ઝન જાહેર

📅 Published: September 28, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરના ખોખરા વોર્ડમાં લાંબા સમયથી પડેલા મોટા ભૂવાના સમારકામની કામગીરી આખરે મ્યુનિસિપલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. રિપેરિંગની આ કામગીરીને પગલે સલામતીના ભાગરૂપે મણિનગર ક્રોસિંગથી ગોરના કૂવા તરફ્ જતો મુખ્ય માર્ગ વાહનવ્યવહાર માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે.

દરરોજ હજારો વાહનોની અવરજવર ધરાવતો આ માર્ગ અત્યંત વ્યસ્ત હોવાથી સમારકામ દરમિયાન કોઈ અકસ્માત કે અણબનાવ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા માર્ગની બંને બાજુ બેરિકેડ લગાવી દેવાયા છે. મહત્વનું છે કે માર્ગ બંધ થવાને કારણે મણિનગરથી જસોદાનગર તરફ્ જતા વાહનચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. મણિનગર તરફ્થી આવતા વાહનચાલકો હવે ગુરુજી બ્રિજ થઈને જસોદાનગર તરફ્ જઈ શકશે.ભૂવાનું સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ રસ્તો બંધ રહેશે, જેથી સ્થાનિકો અને નિત્ય ક્રમ મુજબ આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકોને વૈકલ્પિક ડાયવર્ઝન રસ્તાનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *