Ahmedabad : મનપસંદ જીમખાના જુગાર ધામ કેસમાં દરિયાપુર PI સહિત ત્રણ પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ

📅 Published: August 14, 2026 | 📂 Category: Ahmedabad
અમદાવાદના ચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ બેડામાં મોટો ભૂકંપ આવ્યો છે. આ હાઇપ્રોફાઇલ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલના અહેવાલ બાદ રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક પોલીસની બેદરકારી અને આંતરિક સંડોવણી સામે આવતાં દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ (PI) જી.વી. ગોહિલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 


ચોકીના પીએસઆઇ અને સર્વેલન્સ સ્કવોડના પીએસઆઇને પણ સસ્પેન્ડ કરવાનો હુકમ 

માત્ર PI જ નહીં, પરંતુ તેમની સાથે દરિયાપુર ચોકીના પીએસઆઇ અને સર્વેલન્સ સ્કવોડના પીએસઆઇને પણ સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો છે. પોતાના જ વિસ્તારમાં આટલું મોટું જુગારધામ ધમધમતું હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ રહી કે પછી આંખ આડા કાન કર્યા, તે અંગે સંશય સેવાઈ રહ્યો છે. SMC ની અચાનક પડેલી રેડમાં અનેક શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા અને મોટો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

DGP દ્વારા લેવાયેલા આ નિર્ણયથી અમદાવાદ પોલીસ બેડામાં સન્નાટો 

SMC ના રિપોર્ટના આધારે DGP દ્વારા લેવાયેલા આ નિર્ણયથી અમદાવાદ પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે. ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનાહિત પ્રવૃત્તિઓમાં બેદરકારી દાખવનાર કોઈ પણ અધિકારીને બક્ષવામાં આવશે નહીં. 
આ પણ વાંચો  ;   Vadodara : એક ફ્લેટ… અનેક યુવતીઓ… ઓનલાઈન ન્યુડ વીડિયો કોલ અને લાખોની કમાણી..! વાંચો ચોંકાવનારો કિસ્સો   
આ પણ વાંચો   :    Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *