Ahmedabad મનપા દ્વારા તહેવાર નિમિત્તે ખાસ જાહેરાત, મહિલાઓ અને બાળકોને દિવસભર AMTS બસમાં કરી શકશે ‘ફ્રી મુસાફરી’

📅 Published: August 28, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે શહેરની બહેનો અને બાળકો માટે એક ખુશીના સમાચાર આપતી જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષની પોતાની પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ AMC દ્વારા રક્ષાબંધનના પર્વ પર મહિલાઓ અને બાળકોને ઉત્સવની વિશેષ ભેટ આપવામાં આવી છે.

દિવસે બહેનો અને બાળકો કરી શકશે મફત સવારી 

આજના આખા દિવસ દરમિયાન અમદાવાદ શહેરની તમામ AMTS (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ) બસોમાં મહિલાઓ અને નાના બાળકો માટે સફર સંપૂર્ણપણે ફ્રી રહેશે. બહેનો પોતાના ભાઈના ઘરે રાખડી બાંધવા સરળતાથી અને વિનામૂલ્યે પહોંચી શકે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી રક્ષાબંધનના પર્વ પર સિટી બસોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

દર વર્ષે યોજાય છે આ ખાસ સુવિધા 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રક્ષાબંધનના પવિત્ર દિવસે મહિલાઓ માટે આ મફત મુસાફરીની યોજના અમલમાં મૂકવામાં આવે છે. આ નિર્ણયથી શહેરની લાખો મહિલાઓને આર્થિક રાહત સાથે સુગમ વાહનવ્યવહારની સુવિધા પ્રાપ્ત થાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *