Ahmedabad: મ્યુનિ.નો ખુલ્લો પ્લોટ ડમ્પિંગસાઈટ અને નશાખોરો માટે હોટ સ્પોટ પોઈન્ટ બન્યો

📅 Published: September 28, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકતરફ્ શહેરને સ્વચ્છ અને સ્માર્ટ બનાવવાના દાવા કરી રહ્યું છે. પરંતુ

બીજી તરફ્ પૂર્વ ઝોનના બાપુનગર વિસ્તારમાં સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. લાલ બહાદુર શાસ્ત્ર્રી સ્ટેડિયમની પાછળ આવેલી સૂર્યનગર સોસાયટી, ચંદ્ર નગર સોસાયટી અને મમતાનગર સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર કે સ્થાનિક કોર્પોરેટરો પેટનું પાણી પણ હલાવતા નથી. મહત્વનું છે કે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે રહીશોને સ્વાસ્થ્ય સેવા આપતા અર્બન હેલ્થ સેન્ટરની જગ્યા પર જ ગંદકીનો મોટો જમાવડો છે. આટલું જ નહીં,AMCની પૂર્વ ઝોનની મુખ્ય ઓફ્સિ માત્ર 200 મીટરના અંતરે જ આવેલી છે, છતાં પણ અધિકારીઓની નજર આ ગંદકી પર પડતી નથી.

ચોમાસામાં 5 થી 6 દિવસ સુધી સતત વરસાદી પાણી ભરાઈ રહેવાથી વાતાવરણ અત્યંત દુર્ગંધમય બની ગયું છે. તંત્રની બેદરકારીને કારણે અહીં અસામાજિક તત્વોનો જમાવડો વધ્યો છે. ખુલ્લા મેદાનમાં રાત્રે દારૂ પીવો અને અસામાજિક કૃત્યો થવાના કિસ્સાઓ સામે આવ્યા છે. પરિણામે, સાંજના 6-7 વાગ્યા પછી સોસાયટીના રહીશો ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે ઘરની બહાર નીકળવું પણ અસુરક્ષિત બની ગયું છે. મહત્વનું છે કે

સોસાયટીઓની સામે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ખુલ્લા પ્લોટને ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ બનાવી દેવાયો છે. પૂર્વ વિસ્તારમાંથી નીકળતો તમામ કચરો અહી જ નાખવામાં આવે છે. રાત્રિના સમયે ડમ્પરો ભરી-ભરીને કાનૂની મકાનોનું ખોદકામ, ડેબ્રીસ અને એંઠવાડ અને ગંદવાડ ઠાલવવામાં આવે છે. આસપાસની સોસાયટીઓ અને તત્વો દ્વારા ટોઇલેટ, સ્નાન અને કપડાં ધોવાનું દૂષિત પાણી પણ કોર્પોરેશનના આ મેદાનમાં જ છોડવામાં આવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *